
સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન મામલે ગુજરાત અને ઉત્તરપ્રદેશ મોખરે
- ગુજરાત અને યૂપી રસીકરણના મામલે મોખરે
- અત્યાર સુધી 70 લાખ લોકોને વેક્સિન અપાઈ
દિલ્હીઃ-વિતેલા વર્ષ દરમિયાન દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો હતો ત્યાર બાદ દેશમાં વેક્સિનને લઈને કાર્ય ઝડપી બન્યું અને હવે વિકેલી 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે,આ મામલે ભારત વિશ્વ સ્તરે મોખરે રહ્યું છે, કોરોનાને માત આપવાની વાત હોય કે પછી વેક્સિનેશનની વાત ભારતે અનેક સારા પગલા ભરીને વિશ્વને સ્તબ્ધ કર્યું છે.
દેશમાં અત્યાર સુધી 70 લાખ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે,સમગ્ર વિશ્વમાં રસીકરણ મામાલે ભારત મોખરે છે એજ રીતે દેશમાં ગુજરાત અને ઉતરપ્રદેશ કોરાના રસીકરણમાં સૌથી આગળ જદોવા મળી રહ્યું છે, અત્યાર સુધી ઉતરપ્રદેશમાં 6 લાખ 73 હજાર 542 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ સુધીમાં 6 લાખ 05 હજાર 494 લોકોએ કોરોના વેક્સિન લીધી છે,
સમગ્ર મામાલે મળતી વિગતો અનુસાર દેશમાં રેકોર્ડ બ્રેક ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે.,. ભારત વિશ્વનો પહેલો એવો દેશ છે જેણે આટલા ટૂંકા સમયગાળાની અંદર 70 લાખ લોકોને વેક્સિન આપી છે.
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વિતેલા દિવસને ગુરુવારના રોજ 26 દિવસ સુધીમાં 70 લાખ 17 હજારને 114 લોકોને કોરોનાની વેક્સિનનો ડોઝ અપાઈ ચૂક્યો છે, જયારે અમેરિકા અને બ્રિટનની જો વાત કરીએ તો આ દેશોએ આપણા દેશ કરતા બમણો સમય લીધો છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પહેલા તબક્કાનું 70 ટકા વેક્સિનેશન થઈ ચૂક્યું છે.
સાહિન-