1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ગુજરાતઃ 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત
ગુજરાતઃ 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત

ગુજરાતઃ 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત

0
Social Share

ગાંધીનગર, 19 મે 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હવે તમામની નજર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોના નવા સુકાનીઓ કોણ બનશે તેના પર ટકેલી હતી. આ આતુરતાનો અંત લાવતા આજે રાજ્યની ૮૪ નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષના મોવડીમંડળ દ્વારા મેન્ડેટ જાહેર કરાતાં જ વિવિધ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)માં પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપ પ્રમુખ તરીકે આશા લુણા અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબરી. તાલાલામાં પ્રમુખ તરીકે ભૂપતભાઈ હીરપરા, ઉપ પ્રમુખ તરીકે નીશાબહેન તન્ના અને કારોબારી ચેરમેન તરીકે રજની દવે. ઉનામાં પ્રમુખ તરીકે હર્ષાબેન રાઠોડ, ઉપ પ્રમુખ તરીકે મિતેશ શાહ અને કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશી. વેરાવળમાં પ્રમુખ તરીકે નરેશ ગોહેલ, ઉપ પ્રમુખ તરીકે હેમીબહેન જેઠવા, કારોબારી ચેરમેન તરીકે ઉદય શાહ, પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને દંડક તરીકે જિતેન્દ્ર ઉપાધ્યાય. ભુજમાં પ્રમુખ તરીકે શીતલ શાહ, ઉપ પ્રમુખ તરીકે બિંદિયાબહેન ઠક્કર, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી, સત્તાપક્ષના નેતા તરીકે ધર્મેશ ગૌર અને દંડક તરીકે રૂપલબહેન ચાવડા. માંડવીમાં પ્રમુખ તરીકે વર્ષાબહેન જોશી, ઉપ પ્રમુખ તરીકે મુકેશ રાબડીયા, કારોબારી ચેરમેન તરીકે વિજય ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણી. નખત્રાણામાં પ્રમુખ તરીકે વસંત વાઘેલા, ઉપ પ્રમુખ તરીકે દમયંતિબહેન સેંધાણી, કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ, શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગૃતિબહેન ઠક્કર. તેમજ મુદ્રા બોરાઈમાં પ્રમુખ તરીકે ભોજરાજ ગઢવી, ઉપ પ્રમુખ તરીકે આશા સોરઠિયા, કારોબારી ચેરમેન તરીકે ધમભા ઝાલા, શાસક પક્ષના નેતા તરીકે દિલીપ ગૌર અને દંડક તરીકે પ્રકાશ ઠક્કરની વરણી કરવામાં આવી છે..

ઉત્તર ગુજરાત ઝોનના સિદ્ધપુરમાં પ્રમુખ તરીકે રણજીતસિંહ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પ્રમોદ પટેલ. વિજાપુરમાં પ્રમુખ તરીકે કામીનીબહેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ડો. બીનાબહેન પટેલ. વિસનગરમાં પ્રમુખ તરીકે આશાબહેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્ર ઠાકોર. બહુચરાજીમાં પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને ઉપ પ્રમુખ તરીકે હંસાબહેન ભરવાડ. કડીમાં પ્રમુખ તરીકે રાજેંદ્રભાઈ ગજ્જર અને ઉપ પ્રમુખ તરીકે સ્મીતાબહેન પટેલ. ઊંજામાં પ્રમુખ તરીકે ક્રિમાબેન પટેલ. હિંમતનગરમાં પ્રમુખ તરીકે અરુણાબહેન કડિયા, ઉપ પ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલ. આવી જ રીતે ઈડરમાં પ્રમુખ તરીકે અનસુયાબહેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે વિનોદ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે જીનલ સાગરની પસંદગી કરવામાં આવી છે..

મધ્ય અને દક્ષિણ ગુજરાત ઝોનના કપજવંદમાં પ્રમુખ તરીકે સેજલબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે નેહાબહેન ઓઝા, કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભદ્રેશકુમાર સુતરિયા અને દંડક તરીકે જયશ્રીબહેન શર્મા. પેટલાદમાં પ્રમુખ તરીકે કોકીલાબહેન તળપદા, ઉપ પ્રમુખ તરીકે મનીષાબહેન શાહ, કારોબારી ચેરમેન તરીકે જય પટેલ અને પક્ષના નેતા તરીકે ધરતીબહેન પટેલ. ભરૂચમાં પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા અને ઉપ પ્રમુખ તરીકે રૂચિતા રાકેશ મોદી. બારડોલીમાં પ્રમુખ તરીકે નીલમબેન વ્યાસ, ઉપ પ્રમુખ તરીકે મિનેશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જેની ભંડારી, શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ સોલંકી અને દંડક તરીકે ડો. ભાવિન ચૌધરી. બોડેલીમાં પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા, ઉપ પ્રમુખ તરીકે પન્નાબહેન પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે જીગ્નેશભાઈ ચોક્સી. રાજપીપળામાં પ્રમુખ તરીકે શિવાની મહેતા, ઉપ પ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા (રાહુલ), કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, પક્ષના નેતા તરીકે પ્રગનેશ રામી અને દંડક તરીકે ધર્મેશ સોલંકી. તેમજ શહેરમાં પ્રમુખ તરીકે શીતલબહેન પરમાર, ઉપ પ્રમુખ તરીકે હિંમતસિંહ પગી, કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે વિજય બારીયાની પસંદગી કરવામાં આવી છે.

નવા વરાયેલા તમામ પદાધિકારીઓએ પક્ષના નેતૃત્વનો આભાર માની સ્થાનિક સ્તરે વિકાસના કાર્યોને વધુ ગતિશીલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. લોકશાહીના આ પર્વ બાદ હવે નવી ટીમો આગામી અઢી વર્ષ માટે નગરોના વહીવટનું સુકાન સંભાળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code