
ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસ-ભાજપ અને આપ બાદ હવે આ ચોથી પાર્ટી પર પગપેસારો કરવાની તૈયારીમાં, જાણો
અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોવા મળી રહી છે, કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે ગુજરાતમાં આપ પાર્ટીના નેતા કેજરીવાલ પણ સતત ગુજરાતમાં ચક્કર લગાવી રહ્યા છે, ત્યારે હવે આ ત્રણ પાર્ટી વચ્ચેના જંગ બાદ હવે ગુજરાતમાં આ ચોથી રાજકીય પાર્ટી દમ લગાવવા જઈ રહી છે.
સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે.
વધુ જાણકારી અનુસાર લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ તેમજ લોકસભા સાંસદ ચિરાગ પાસવાન આજે 1 ઓક્ટોબરે ગુજરાતમાં ગોધરાની મુલાકાતે આવ્યાં હતા. ચિરાગ પાસવાને ગોધરા ખાતેના સરદાર નગર સભા હોલ માં કાર્યકર્તા સંમેલન માં હાજરી આપી, જ્યા મોટી સંખ્યા પાર્ટી કાર્યકરો આશા વર્કર બહેનો હાજર રહ્યાંLJP અધ્યક્ષ ચિરાગ પાસવાને ગોધરામાં જાહેરાત કરી કે તેમની પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર ચૂંટણી લડશે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેટલીક પાર્ટી સાથે ગઠબંધનની પણ વાત ચાલી રહી છે, જો કે ગઠબંધન થાય કે ન થાય, તેમની પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટાભાની બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશે. તેમણે કહ્યું, ‘મારા સ્વર્ગીય પિતા રામવિલાસ પાસવાન દ્વારા કરવામાં આવેલા દેશનાં લોકો માટેના કામોને લઈ જનતા વચ્ચે જઈશું’