1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GeM પોર્ટલથી ગુજરાત સરકારે બચાવ્યા કરોડો રૂપિયા,કેન્દ્ર સરકારે કર્યુ સન્માન
GeM પોર્ટલથી ગુજરાત સરકારે બચાવ્યા કરોડો રૂપિયા,કેન્દ્ર સરકારે કર્યુ સન્માન

GeM પોર્ટલથી ગુજરાત સરકારે બચાવ્યા કરોડો રૂપિયા,કેન્દ્ર સરકારે કર્યુ સન્માન

0
Social Share

અમદાવાદ: GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને સાત એવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારના પારદર્શક વહીવટ બદલ રાજ્યને સાત એવૉર્ડ સાથે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT) વિભાગ દ્વારા આયોજિત ‘ક્રેતા-વિક્રેતા ગૌરવ સન્માન સમારોહ-૨૦૨૩’ અંતર્ગત રાજ્ય સરકારને DPIIT દ્વારા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્લેટિનમ કેટેગરીમાં એક, ગોલ્ડમાં ત્રણ અને સિલ્વર કેટેગરીમાં ત્રણ એમ કુલ 7 એવૉર્ડ એનાયત કરાયાં છે.

આ વિશેષ સન્માન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GeM અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને તેમના નોંધપાત્ર યોગદાન માટે અભિનંદન આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો ભારતની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફની યાત્રાને મજબૂત બનાવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા જાહેર ખરીદી માટે વિવિધ કેટેગરીમાં ગુજરાતને વિજેતા તરીકે પસંદ થતા જોઈને મને આનંદ થાય છે. આ પુરસ્કારો પારદર્શક અને ખર્ચ-અસરકારક જાહેર ખરીદી પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટેની તેની સફળ નીતિઓનું પ્રતિબિંબ છે.

આ સિવાય કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલે પણ દેશના જાહેર ખરીદીના ક્ષેત્રમાં પરિવર્તનકારી બદલાવ માટે GeM પુરસ્કારો મેળવનારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, GeMના વધતા ઉપયોગને કારણે દેશના કરદાતાઓના નાણાંની બચત થઈ છે, જે જનકલ્યાણ માટેની યોજનાઓના વધુ સારા ઉપયોગમાં પરિણમ્યો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા માલ અને સેવાઓની ઑનલાઇન ખરીદી માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ (GeM) પોર્ટલ તા. 9 ઓગષ્ટ 2016 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તા. 31મી માર્ચ, 2023 ના રોજ GeMએ નાણાંકીય વર્ષ 2022-23 માં આશ્ચર્યજનક રૂ. 2 લાખ કરોડ ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ (GMV) નોંધાવી હતી. સંચિત રીતે, GeM તેના હિતધારકોના જબરજસ્ત સમર્થન સાથે, તેની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં રૂ. 4.29 લાખ કરોડના GMVને વટાવી ગયું છે. GeM પર કુલ વ્યવહારોની સંખ્યા પણ 1.54 કરોડને વટાવી ગઈ છે. GeM 69,000 થી વધુ સરકારી ખરીદદાર સંસ્થાઓની વિવિધ ખરીદી અંગેની જરૂરિયાતો પૂરી કરે છે. આ પોર્ટલ 11,800 થી વધુ પ્રોડક્ટ કેટેગરી તેમજ 280 થી વધુ સર્વિસ કેટેગરી ધરાવે છે. વિવિધ અભ્યાસોના આધારે, પ્લેટફોર્મ પર લઘુત્તમ બચત લગભગ 10 ટકા છે, જે આશરે રૂ. 40,000 કરોડના મૂલ્યના જાહેર નાણાંની બચત કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code