1. Home
  2. ગુજરાતી
  3. સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેન્ટ ચેન્જ લોન્ચ કરનારૂ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યઃ CM રૂપાણી
સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેન્ટ ચેન્જ લોન્ચ કરનારૂ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યઃ CM રૂપાણી

સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેન્ટ ચેન્જ લોન્ચ કરનારૂ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યઃ CM રૂપાણી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19 ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં 2030 સુધીમાં રાજ્યમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મૂકનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો, વનો, પર્વતો, રણ જેવી અનેક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. કલાયમેટ ચેન્જના કારણે કુદરતી વાવાઝોડા, હિટવેવ, વ્યાપક વરસાદ જેવી સ્થિતીનો સામનો આપણે કરતા આવ્યા છીયે. ગુજરાતે પર્યાવરણ જાળવણી, રક્ષા માટે સૌર અને પવન ઊર્જા, ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ઝોક આપ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આવનારા દિવસોમાં ૩૦ ગીગાવોટ સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન કરીને આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે. કલાયમેટ ચેન્જ અને પૂન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતે આગવી પહેલો કરી છે. જળ સંરક્ષણ, રિસાયકલીંગ ઓફ વોટર, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર દ્વારા જળ શુદ્ધિના આયામો અપનાવ્યા છે. ઊર્જા બચત, જળસંરક્ષણ, વનીકરણ, આપત્તિ વ્યવસ્થાપન એમ બહુધા ક્ષેત્રોમાં કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જ થવા આપણે ફોકસ કર્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code