1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ કાશ્મિર ફાઈલ્સને પાછળ રાખી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ,
ધ કાશ્મિર ફાઈલ્સને પાછળ રાખી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ,

ધ કાશ્મિર ફાઈલ્સને પાછળ રાખી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ,

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગુરાતી ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શૉ’  આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવૉર્ડ્સ’ યાને કે ‘ઓસ્કર અવૉર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં 14 ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની ઓસ્કોર-2023 માટે એન્ટ્રી થઈ છે. ભારત તરફથી છેલ્લો શો ફિલ્મ ઓસ્કાર-2023 માટે એન્ટ્રી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરમાં રિલીઝ થવાની છે.  સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

સૂત્રોએ દુમાં જણાવ્યું હતું કે, દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનિકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે, જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે. રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા,વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. તેઓને તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તેની પ્રતિષ્ઠિત ડિરેક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. યુ.એસ.-સ્થિત સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સે અગાઉ ડેનિશ કોમેડી-ડ્રામા અધર રાઉન્ડનું વિતરણ કર્યું હતું, જેણે 2021માં 93મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટેનો ઓસ્કાર જીત્યો હતો. તેમના ભૂટાનીઝ નાટક લુનાના: અ યાક ઇન ધ ક્લાસરૂમ માટે ગયા વર્ષે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર એવોર્ડનું ઓસ્કાર નોમિનેશન પણ મેળવ્યું હતું. ફ્રાન્સમાં મુખ્ય મથક ધરાવતા ઓરેન્જ સ્ટુડિયોએ ધ આર્ટિસ્ટનું નિર્માણ કર્યું હતું, જેણે 2012માં 84મા એકેડેમી એવોર્ડ્સમાં પાંચ ઓસ્કાર જીત્યા હતા. 2020માં, તેણે એન્થોની હોપકિન્સ-સ્ટારર ધ ફાધર માટે પણ બે ઓસ્કાર જીત્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code