1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) ની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ
ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) ની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ

ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) ની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ

0
Social Share

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરીએ મોનસૂન ફિલ્મ્સ જે લાસ્ટ ફિલ્મ શોના નિર્માતાઓમાંના એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને લખ્યું કે તેઓ તેમના કાયમી કોર કલેક્શન માટે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટની કોપીને મેળવવામાં રસ ધરાવે છે. 

ઓસ્કાર એકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરી એ વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે જે એક કલા રૂપે અને ઉદ્યોગ તરીકે મોશન પિક્ચરના ઇતિહાસ અને વિકાસને સમર્પિત છે. 1928 માં સ્થપાયેલ અને હવે બેવર્લી હિલ્સ, હોલીવુડમાં સ્થિત, આ લાઇબ્રરી જાહેર જનતા માટે ખુલ્લી છે જે વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ઇતિહાસકારો અને ઉદ્યોગ વ્યાવસાયિકો દ્વારા વર્ષભર ઉપયોગમાં લેવાય છે. “હું હંમેશા હું જે કરું છું તે શેર કરવામાં વિશ્વાસ રાખું છું કારણ કે સિનેમા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના મારા પ્રેમ સિવાય મારી પાસે આપવા માટે બીજું કંઈ નથી. મેં આ અદ્ભુત ઓસ્કાર લાઇબ્રેરીની મુલાકાત લીધી છે અને તેનો આનંદ માણ્યો છે જ્યાં માસ્ટરવર્કને તેના કોર કલેક્શનમાં સંગ્રહ કરવામાં આવે છે. હું બહુ જ ઉત્સુક છું અને ખુશ છું કે હવે લાસ્ટ એક્શન હીરો અને લોરેન્સ ઓફ અરેબિયાની સ્ક્રિપ્ટ વચ્ચે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટ પણ સ્થાન મેળવશે.”

મૂળ કાઠિયાવાડની વાત દર્શાવતી લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટ પાન નલિન દ્વારા લખવામાં આવી છે જે તેમના બાળપણ અને લોકલ સિનેમામાં ફિલ્મ પ્રોજેક્ટર ઓપરેટર તરીકે કામ કરતા મોહમદભાઈ સાથેની તેમની મિત્રતા પર આધારિત છે. ગુજરાતી સંવાદોનું રૂપાંતરણ કેયુ શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

લાસ્ટ ફિલ્મ શોની 80-પાનાની સ્ક્રિપ્ટ જેને ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઉપયોગમાં લેવાઈ હતી, તેમાં પાન નલિન દ્વારા દોરવામાં આવેલા સ્ટોરીબોર્ડ તથા સ્કેચનો પણ સમાવેશ છે.

પાન નલિનની લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) 95મા એકેડેમી એવોર્ડમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરાયેલી પંદર ફિલ્મોમાંની એક છે. 21 વર્ષમાં આ પહેલી ભારતીય ફિલ્મ છે જેને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા અને પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. અને યુ.એસ.માં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઓરેન્જ સ્ટુડિયો ફ્રાન્સમાં ફિલ્મ રિલીઝ કરી રહી છે, જ્યારે શોચીકુ સ્ટુડિયો અને મેડુસા તેને અનુક્રમે જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code