
વાળની દુર્ગંઘ અને તેમાં થતા પરસેવાની સમસ્યાનું આવી શકે છે નિરાકરણ, અપનાવો આ ટિપ્સ
- વાળમાંથી આવતી દુર્ગંધથી છો પરેશાન?
- અપનાવો આ સામાન્ય ટિપ્સ
- લાવો તમારી સમસ્યાનું નિરાકરણ
ગરમીની ઋતુમાં દરેક લોકો પોતાના વાળમાં થતા પરસેવા અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય છે. આ સમસ્યાથી સૌથી વધુ સ્ત્રીઓ પરેશાન રહેતી હોય છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે જો તેના માટે કેટલીક ટિપ્સ અપનાવવામાં આવે તો.
લોકો કેટલીક વાર પોતાના વાળને વધારે સુંદર બતાવવા માટે વાળ પર ખૂબ જ વધારે હિટનો ઉપયોગ કરતા હોય છે જે હકીકતમાં ન કરવો જોઈએ. આની પાછળનું કારણ એ છે કે આમ કરવાથી માથાની ત્વચા પર તેલ જામવા લાગે છે. સ્ટ્રીમિંગ મશીનો જેવા કે હેર સ્ટ્રેટનર, બ્લો ડ્રાયર વગેરેનો ઉપયોગ ન કરવો. હિટ પ્રોસેસવાળા મશીન યુઝ કરવાથી સ્કાલ્પના રોમછિદ્રો બંધ થઈ જાય છે. રોમછિદ્રો બંધ થવાને કારણે ખોડાની સમસ્યા ઊભી થાય છે માટે મશીનરીનો ઉપયોગ ટાળવો.
એપલ સાઈડર વિનેગરને પાણીમાં એકથી દોઢ ચમચી નાખી દેવું. ત્યારબાદ વાળને ધોયા પછી કન્ડિશનરની જેમ તે પાણીથી વાળ ધોવા ત્યારબાદ પાણીથી ધોઈ લેવા. આમ કરવાથી વાળમાં પરસેવાની દુર્ગંધ પણ નહીં અને સ્કાલ્પ અને ચોખ્ખાઈ પણ થઈ જશે. ગરમીમાં થોડું ધ્યાન અને સાવચેતી રાખવાથી વાળમાં પણ જે પરસેવાની દુર્ગંધ આવે છે, તે દૂર થશે અને વાળ હેલ્ધી અને સ્વસ્થ થશે.