1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હેપી બર્થ ડે અમદાવાદ, આજે 612 વર્ષ પુરા થયાં, શહેરના ભૂતકાળ જેમ વર્તમાનકાળ ભવ્યાતિભવ્ય છે
હેપી બર્થ ડે અમદાવાદ, આજે 612 વર્ષ પુરા થયાં, શહેરના ભૂતકાળ જેમ વર્તમાનકાળ ભવ્યાતિભવ્ય છે

હેપી બર્થ ડે અમદાવાદ, આજે 612 વર્ષ પુરા થયાં, શહેરના ભૂતકાળ જેમ વર્તમાનકાળ ભવ્યાતિભવ્ય છે

0
Social Share

અમદાવાદઃ શહેરનો આજે 612મો જન્મ દિવસ છે. ઈ.સ.1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતી નદીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો હતો અને નદીકાંઠે એક નગર વસાવ્યું. જેને અહમદાબાદ નામ આપવામાં આવ્યું. જે બાદમાં અપભ્રંશ થઈને અમદાવાદના નામે ઓળખાયું. લોકવાયકા એવી પણ છે. કે જબ કૂત્તા પર સસ્સા આયા તો બાદશાહને શહેર બસાયા, એટલે બાદશાહે  સાબરમતીના તટે જોયું કે સસલાએ કૂતરા પર હુમલો કર્યો છે, બાદશાહે વિચાર્યું કે આ ભૂમિનો પ્રતાપ છે, તેથી શહેર વસાવવા ખાંભી લગાવી હતી.

અમદાવાદનાં આજે 612 વર્ષ પૂરાં થયાં છે,  શહેરનો ઈતિહાસ અનેરો છે. સમયાંતરે શહેરની ઓળખ બદલાતી રહી છે. એક સમયે પોળો અને દરવાજાથી જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે સિદી સૈયદની જાળી અને કાંકરિયા તળાવ અમદાવાદની ઓળખ હતા, આજે અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માનચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાં આજે મોલ કલ્ચરમાં ફેલાઈ ગયું છે. બહારથી લોકો એએમટીએસની લાલ બસનો અભ્યાસ કરવા આવતા હતા. લક્કડિયો પુલ પણ એક સમયે અમદાવાદની ઓળખ ગણાતો હતો, આજે આ ઓળખ નામશેષ થઈ ગઈ છે. લગભગ પોણા છ માઇલની લંબાઈ ધરાવતો શહેરોનો કોટ, દરવાજા અને કાંગરા શત્રુઓના આક્રમણ અને ઘોડાપૂરના કારણે નુકસાન પામ્યા હતા. ગાબડાં પડી ગયાં હોવાથી ચોરનો ઉપદ્રવ વધ્યો હતો જેથી અમદાવાદીઓએ સામે ચાલીને નગરનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું.

સૂત્રોના કહેવા મુજબ શહેરમાં આયાત-નિકાસ થતી ચીજવસ્તુઓ પર સ્વૈચ્છિક વેરો નક્કી થયો અને કોટના સમારકામ માટે 4 સભ્યોની કમિટી બનાવાઈ. 22 એપ્રિલ 1831ના રોજ ‘ટાઉનવોલ ફંડ કમિટી’ને મંજૂરી અપાઈ જે નાગરિકોએ સ્થાપેલી ભારતની સ્થાનિક શાસનની પહેલી સંસ્થા બની જેણે અમદાવાદીઓને ગૌરવ પણ અપાવ્યું. આજ કોટ 1927ની કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો. શહેરમાં કોટ તોડવાનો વ્યાપક વિરોધ થયો અને મ્યુનિ. પ્રમુખ વલ્લભભાઈ પટેલે નગરના વિકાસ માટે કોટ તોડવાનો હુકમ કર્યો. ધીરે ધીરે કોટની દીવાલો તૂટવા લાગી અને કોટની દીવાલ બહાર નવી ટાઉનશીપો વિકસવા લાગી. આજે દૂર દૂર સુધી વિકાસ થયો પણ તેના મૂળિયા ‘ટાઉનવોલ ફંડ કમિટી’માં રહેલા છે. હાલ રહેલા દરવાજા અને કોટ અવશેષરૂપે બચાવી લેવાયા છે. ત્રણ દરવાજા છ સદીના ઇતિહાસની ગવાહી આપે છે. 1887 સુધી ત્રણ દરવાજા પર નળિયાવાળું છાપરું હતું. ત્યાર પછી ખુલ્લું ધાબું બન્યું. આ દરવાજા સહિત અલગ અલગ દરવાજાથી શહેર ઓળખાયું. એવી જ રીતે પોળ કલ્ચરથી પણ શહેર ઓળખાયું.એક જમાનામાં સરખેજ વિસ્તાર, વસતી અને વેપાર માટે પ્રખ્યાત હતો. વિશ્વમાં ઢાકાની ગળીની જેમ સરખેજની ગળી વખણાતી. એક જ સ્થળે રોજા, મકબરા, મસ્જિદ, તળાવ, મહેલ ભાગ્યે જ જોવા મળે, તે સરખેજમાં છે. ​​​​​​​1970-75 દરમિયાન શહેરમાં 80થી વધુ ટેક્સટાઈલ મિલ હતી. સવારે-સાંજે વાગતું મિલનું ભૂંગળું અમદાવાદની ઓળખ હતું અને અમદાવાદ માનચેસ્ટર ઓફ ઈન્ડિયા કહેવાતું હતું.

અમદાવાદ શહેરનો ભૂતકાળ ભવ્ય હતો તેમ વર્તમાનકાળ પણ ભવ્યાતિભવ્ય છે.શહેરનો ન કલ્પી શકાય એવો વિકાસ થયો છે. શહેરની વસતીમાં વધારો થતો શહેરનો વ્યાપ પણ ઘણોબધો વધ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code