1. Home
  2. ગુજરાતી
  3. હેપ્પી બર્થડે જેકલીન ફર્નાન્ડીઝ- જાણો તેના મિસ શ્રીલંકા યુનિવર્સ બનવાથી લઈને બોલિવૂડ એક્ટ્રેસ બનવા સુધીની સફર
હેપ્પી બર્થડે જેકલીન ફર્નાન્ડીઝ- જાણો તેના મિસ શ્રીલંકા યુનિવર્સ બનવાથી લઈને  બોલિવૂડ  એક્ટ્રેસ બનવા સુધીની સફર

હેપ્પી બર્થડે જેકલીન ફર્નાન્ડીઝ- જાણો તેના મિસ શ્રીલંકા યુનિવર્સ બનવાથી લઈને બોલિવૂડ એક્ટ્રેસ બનવા સુધીની સફર

0
Social Share
  • જેકલીન ફર્નાન્ડીઝનો આજે જન્મદિવસ
  • 2006 માં બની હતી મિસ શ્રીલંકા યુનિવર્સ
  • બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી છે

મુંબઈઃ- બોલિવૂડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક જેકલીન ફર્નાન્ડીઝ 11 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાની સાથે સાથે તેની એક્ટચિંગના પણ લોકો દિવાના છે. તેનો જન્મ 11 ઓગસ્ટ 1985 ના રોજ કોલંબો, શ્રીલંકામાં થયો હતો. અભિનેત્રી મૂળ શ્રીલંકાની છે.તેને પહેલા બોલિવૂડમાં નહી પરંતુ હોલિવૂડમાં કામ કરવું હતું જો કે આજે તે બોલિવૂની જાણીતી અભિનેત્રી બની ચૂકી છે.

જો તેના અભ્યાસની વાત કરીએ તો તે બહેરીનમાં પૂર્ણ કર્યો હતો. આ પછી તેણે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનનો કોર્સ પૂરો કર્યો. એવું કહેવાય છે કે જેકલીન બાળપણથી જ હોલીવુડમાં સ્ટાર બનવા માંગતી હતી અને તેણે પોતાનો શોખ પૂરો કરવા માટે જોન સ્કૂલ ઓફ એક્ટિંગની ટ્રિક્સ શીખી હતી.

જેકલીન ફર્નાન્ડીઝ 2006 માં મિસ શ્રીલંકા યુનિવર્સ પણ બની હતી મિસ યુનિવર્સ શ્રીલંકા બન્યા બાદ અને મોડલ તરીકે સફળ થયા બાદ જેકલીનને વિદેશી પ્રોજેક્ટ્સની ઓફર મળવા લાગી હતી, પરંતુ આ દરમિયાન તે એક મોડેલિંગ પ્રોજેક્ટ માટે વર્ષ 2009માં ભારત આવી હતી. જ્યાંથી તેના બોલિવૂડમાં ડેબ્યૂના બીજ રોપાયા હતા. અભિનેત્રીએ ‘અલાદ્દીન’ માટે સુજોય ઘોષની પસંદગી કરી હતી. જોકે તેને બોલિવૂડમાં વાસ્તવિક ઓળખ ફિલ્મ ‘મર્ડર 2’માં કામ કર્યા બાદ મળી હતી.

બોલિવૂડમાં , જેકલીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ‘હાઉસફુલ 2’, ‘રેસ 2’, ‘કિક’, ‘જુડવા 2’, ‘હાઉસફુલ 3’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ એક વાર એવું આવ્યું જ્યારે તેનું નામ ફિલ્મ સાથે જોડવામાં આવ્યું. ઠગ સુકેશ ચંદ્રશેખર, જેના કારણે પોલીસ દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને હવે પણ તે ઘણી વખત આ મામલે ચર્ચામાં રહેતી હોય છે.

ફિલ્મી કારકિર્દી ઉપરાંત જેકલીન ટીવી રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની નવમી સિઝનમાં જજ બની હતી. આ સિવાય જેક્લીન આ દિવસોમાં મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ એક્ટ્રેસની ફિલ્મ ‘વિક્રાંત રોના’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેના વિરુદ્ધ અભિનેતા કિચા સુદીપ જોવા મળ્યો હતો. આ સાથે જેકલીન ફર્નાન્ડિઝે હવે સાઉથમાં પણ ડેબ્યુ કર્યું છે. આ સિવાય અભિનેત્રી રણવીર સિંહની ફિલ્મ ‘સર્કસ’માં પણ જોવા મળવાની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code