મનની શાંતિ માટે આ શ્લોકનો કરો જાપ, અને જોવો ચમત્કાર
- શાસ્ત્ર, શસ્ત્ર અને શ્લોકની તાકાત
- આ ત્રણ વસ્તુંથી તમામ કામ કરી શકાય
- વાંચો શ્લોકની શું છે તાકાત
આપણા શાસ્ત્રોમાં એટલું બધુ જ્ઞાન અને જાણકારી છે કે તેનાથી વિશ્વની કોઈ પણ સમસ્યાનું નિવારણ આવી શકે. શાંતિ બહારથી લાવવા માટે શસ્ત્રોનું અસ્તિત્વ આવ્યું, મનની શાંતિ બનાવવા માટે શાસ્ત્રનો ઉપયોગ કરતા લોકો થયા ત્યારે મનની શાંતિ માટે શાસ્ત્રોમાં એવા કેટલાક શ્લોક છે કે જેનાથી મનને પરમ શાંતિ મળે છે અને દિવસ પણ સારો રહે છે.
મનને પ્રસન્ન કરવાનો પહેલો ઉપાય છે કે સવારે જ્યારે ઊંઘમાંથી જાગી જાઓ ત્યારે નમસ્કારની મુદ્રામાં તમારી હથેળીઓને એકબીજા સાથે જોડો. તે પછી તમારી હથેળીઓને પુસ્તકની જેમ ખોલો અને આ શ્લોક વાંચો. આ દરમિયાન તમારે તમારી હથેળીઓ જોવાની જરૂર છે. કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી, કર મૂલે ગોવિંદં પ્રભાતે કર દર્શનમ્
આ ઉપરાંત મનને પ્રસન્ન કરવાનો બીજો મંત્ર એ છે કે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ, મંગલમ પુંડલિકાક્ષ મંગલાય તનો શ્રી હરી — આ શ્લોકનો જાપ કરનાર હંમેશા સુખી રહે છે. વ્યક્તિના અટકેલા કામો પણ થવા લાગે છે. અને થોડાં દિવસ મંત્રજાપ કરવાથી જ ફેરફાર દેખાવા લાગશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, હથેળીઓ જોવાનો મૂળ વિચાર એ છે કે આપણે આપણા કર્મમાં વિશ્વાસ કરીએ છીએ. આ સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણે એવા કાર્યો કરીએ કે જેથી આપણને જીવનમાં ધન, સુખ અને જ્ઞાન મળે.