
હેડલાઈન્સઃ સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર બિશ્નોઈના વીડિયો કોલમાં ચોંકાવનારો ખુલાસો
- નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન
પ્રાચીન નાલંદા યુનિવર્સિટીની વડાપ્રધાન મોદીએ લીધી મુલાકાત, નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદઘાટન… 1600 વર્ષ પહેલાં સ્થપાઈ હતી પ્રાચીન નાલંદા યુનિવર્સિટી…
- ગુજરાતમાં 34 તાલુકામાં વરસાદી માહોલ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકામાં પડ્યો વરસાદ, જુનાગઢ તેમજ વલસાડ જિલ્લામાં સવારથી વરસી રહ્યો છે ધીમીધારે વરસાદ…
- ઉત્તરભારતમાં હીટવેવની આગાહી
ઉત્તર ભારતમાં આજે પણ હીટ વેવની આગાહી… વરસાદ ખેંચાતા નાગરિકો ત્રાહિમામ…
- સ્કૂલવાહનોની હડતાલ સમેટાઈ
સ્કૂલ વાહનોની હડતાલનો આજે બીજો દિવસ, વાલીઓ પરેશાન, નોકરી ધંધા છોડી બાળકોને સ્કૂલે લઈ જવા મજબૂર
- ગેંગસ્ટર બિશ્નોઈના વીડિયો કોલમાં ચોંકાવનારો ખુલાસો
સાબરમતી જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિસનોઈ એ પાકિસ્તાનમાં વીડિયો કોલ કર્યો હોવાનો વિડીયો થયો વાયરલ… વીડિયો જૂનો હોવાનો સાબરમતી જેલના ડીવાયએસપીનો દાવો…
- અમદાવાદમાં ચોમાસામાં અનેક રોડ બેસી જવાની શકયતા
અમદાવાદમાં ખોદકામને કારણે ચોમાસામાં 178 સ્થળે રોડ બેસી જાય તેવી AMC એ વ્યક્ત કરી સંભાવના… કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે એએમસીને મળતા હોવા છતાં જીવના જોખમે ચાલતા નાગરિકો…
- ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 21 ટકાનો વધારો
ચાલુ નાણાકીય વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 21 ટકાનો વધારો….. કલેક્શન પહોંચ્યું 4.62 લાખ કરોડ પર….
- ટીમ ઈન્ડિયાના હેડ ચોક બનશે ગૌત્તમ ગંભીર
બીસીસીઆઈ હેડ કોચ માટે ગૌતમ ગંભીરની લીધી પરીક્ષા…. 2021 થી રાહુલ દ્રવિડ સંભાળી રહ્યા છે bcci ના હેડકોચની જવાબદારી…