
તમારી આંખોને સ્વાસ્થ રાખવા અપવાનો આ કેટલીક ખાસ ટિપ્સ – થશે ચોક્કસ ફાયદો
- દરરોજ સવારે ખુલ્લા પગે ઘાસમાં ચાલવાનું રાખો
- બને ત્યા સુધી લીલા પાન નાળા શાકભાજીનું સેવન કરો
આપણે આપણા આરોગ્યની ખૂબ કાળજી રાખવી જોઈએ, શરીરના એક એક અંગો ખૂબ મહત્વના હોય છે જેથી દરેક અંગોની કાળજી પણ ખૂબ મહત્વ ઘરાવે છે,ખાસ કરીને આંખો, આજ કાલ ખૂબ નાની વયે બાળકોને ચશ્મા આવવાની સમસ્યા હોય છે તેનું કારણ છે તેમનો ખોરાક, નાની ઉંમરથી જ તેઓ ફાસ્ચટફૂડ, ચિજ,બટર જેવા ખોરાક આરોગ્વા લાગે છે અને લીલા શાકભાજી ખાવાનું ટાળે છે જેને લઈને આંખોની સમસ્યાઓ સર્જાય છે.
આંખોની કાળજી લેવા દરરોજ તમારા ખોરાકમાં લીલા ઘણા, પાલકની ભાજી, મેથીની ભાજી, ગાજર,બીટ ઇંડા સહિત પ્રોટીન સ્ત્રોત, લીંબુ, નારંગી વગેરે જેવા સાઇટ્રસ ફળો જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો.તમારા દરોરજના ભોજનમાં વિટામિન સી અને ઈ C અને E, ઝીંક અને ઓમેગા 3 ફેટી એસિડથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો.જે આ મોતિયા જેવી આંખ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.
દરરોજ સવારે તમારે ચાલવું જોઈએ , બને ત્યા સુધી લલી ઘાસમાં ખુલ્લા પગે ચાલવાની આદત રાખો,આ સાથે જ રોજ દોડવું,યોગ કરવા વગેરે જેવી દૈનિક કસરત હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સ્થિતિને નિયંત્રિત કરી શકે છે.જે સીઘી રીતે તમારી આંખોને સ્વસથ્ય રાખવામાં મદદ કરે છે.દરરોજ રાત્રે સારી ઉંઘ લેવાથી આંખો તણાવમાંથી ઉગરી શકે છે.
દરરોજ આંખો પર હળવું માલિશ કરવાનું રાખો, આંખોને ગુલાબજળથી ઘોવાનું રાખો જેથી તમારી આંખો ખૂબ જ સ્વસ્થ બનશે