1. Home
  2. ગુજરાતી
  3. જાણો આજે સંસદના પ્રાંગણમાં દોડધામ સર્જાવાનું શું હતું કારણ?
જાણો આજે સંસદના પ્રાંગણમાં દોડધામ સર્જાવાનું શું હતું કારણ?

જાણો આજે સંસદના પ્રાંગણમાં દોડધામ સર્જાવાનું શું હતું કારણ?

0

મંગળવારે સંસદ પરિસરમાં કંઈક એવું થયું કે અહીં હાજર દરેક વ્યક્તિ ગભરાઈ ગયો હતો. સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંગળવારે સવારે બજેટ સત્ર દરમિયાન એક કાર સંસદ પરિસરમાં આવી અને બેરિકેડિંગ સાથે ટકરાઈ હતી. તે વખતે ટાયર ફાટવાને કારણે હળવો ધડાકો પણ થયો હતો. ધડાકાને કારણે અહીં દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઘટના બાદ તાત્કાલિક ક્વિક એક્શન ટીમ હરકતમાં આવી અને સ્થિતિને સંભાળી લીધી હતી. જણાવવામાં આવે છે કે આ કોઈ સાંસદની કાર હતી. કહેવામાં આવે છે કે મણિપુરના સાંસદની કાર હતી. આ દુર્ઘટનામાં કોઈને કોઈ જ નુકસાન થયું નથી. જો કે વાહન જ્યારે ટકરાયું, તો ડ્રાઈવરની સીટની એરબેગ ખુલી ગઈ હતી.

મહત્વપૂર્ણ છે કે હાલના સમયે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ સમયગાળામાં સંસદની સુરક્ષા ઘણી મજૂબત રહે છે. તેમ છતાં આ પ્રકારની ઘટનાની વાત સામે આવી છે.

ગાડી ક્યાં સાંસદની છે અને અચાનક કેવી રીતે આવા પ્રકારની દુર્ઘટના થઈ છે, એ સામે આવ્યું નથી. જો કે બાદમાં સંસદના સુરક્ષાકર્મીઓએ ગાડીને પરિસરની અંદર આવવા દીધી હતી. સંસદ પરિસરમાં  જ કારની તપાસ અને સમારકામ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.