
- પીવાના પાણીની ગુણવત્તા મામલે હિમાચલ પ્રદેશે બાજી મારી
- યુનિસેફ-જલ જીવન મિશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં આ બાબત આવી સામે
દેશભરમાં ઘણઈ જગ્યાઓ એવી છે કે જ્યા પાણીની ગુણવત્તા ખૂબ સારી જોવા મળે છે ત્યારે હિમાચલ પ્રદે કે જેને જેને દેવભૂમિ કહેવામાં આવે છે, તે પાણીની ગુણવત્તાની બાબતમાં દેશમાં પ્રથમ ક્રમે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નવી દિલ્હીમાં ગુજરાત ભવન ખાતે યુનિસેફ-જલ જીવન મિશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં આ વાત સામે આવી છે. તે જ સમયે, ઉત્તરાખંડ, જે દેશને વિપુલ પ્રમાણમાં ઓક્સિજન આપે છે, તે પીવાનું શુદ્ધ પાણી આપવાના સંદર્ભમાં ટોચના ત્રણ રાજ્યોમાં સમાવેશ પામ્યું છે.
આ સાથે જ હિમાલયના રાજ્યોમાં, ઉત્તરાખંડને વર્ષ 2025-26 સુધીમાં મહત્તમ 1344 કરોડનું બજેટ મળશે. જલ શક્તિ મંત્રાલયે ઘરોમાં પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા પર રાષ્ટ્રવ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. તેના આધારે જાણવા મળ્યું કે હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 98 ટકા ગુણવત્તાયુક્ત પીવાનું પાણી, મણિપુરમાં 95 ટકા ગુણવત્તાયુક્ત પાણી અને ઉત્તરાખંડમાં 92 ટકા ગુણવત્તાયુક્ત પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.
આ સહીત આ સિવાય દેશના પાંચ રાજ્યોના 11 વિસ્તારોમાં સેન્સર આધારિત સ્માર્ટ વોટર સપ્લાય મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમાં ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના દેહરાદૂનના કીથ, ચુરેદાર, કોટ કુલોગી અને દુધલીનો સમાવેશ થાય છે.
15 ઓગસ્ટ 2019ના રોજ જલ જીવન મિશનની શરૂઆત વખતે, ઉત્તરાખંડમાં 15 લાખ 18 હજાર ગ્રામીણ પરિવારોમાંથી માત્ર એક લાખ 30 હજાર એટલે 8.6 ટકા પાસે નળનું પાણી હતું. હવે સાત લાખ 33 હજાર અંદાજે 48.34 ટકા લોકોને તેમના ઘરોમાં નળનું પાણી મળી રહ્યું છે.
આ સાથે જ રાજ્યના 2246 ગામડાઓમાં દરેક ઘર સુધી પાણી પુરવઠો થઈ ગયો છે. 2022 સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવાની યોજના છે. હરિદ્વારમાં જલ જીવન મિશનની શરૂઆત સમયે માત્ર 15 હજાર 321 અંદાજે 5.70 ટકા લોકોને પીવાનું પાણી મળતું હતું. 26 મહિના સુધી પાણી પુરવઠામાં સતત કામ કર્યા બાદ 45055 એટલે કે 17 ટકા ઘરોમાં પાણી પહોંચ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લાના નવ ગામોમાં દરેક ઘરમાં પાણી પહોંચી ગયું છે. ઉધમ સિંહ નગરમાં, 38077 ગ્રામીણ પરિવારો એટલે કે 18.27 ટકા માટે નળમાંથી પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે.