
‘હિન્દી ભાષા એ એકતાની ભાવના સ્થાપિત કરી છે’, હિન્દી દિવસ પર ગૃહમંત્રી શાહે વીડિયો સંદેશ શેર કર્યો
દિલ્હીઃ- આજે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે ત્યારે દેશના ગૃહમંત્રી અનમિત શાહે હિન્દી દિવસનું મહત્વ સમજાવતા એક વીડિયો સંદેશ શેર કર્યો છે અને હિન્દી દિવસની મહત્વતા સમજાવી છે.અમિત શાહે કહ્યું કે હિન્દી લોકશાહી ભાષા રહી છે. હિન્દીએ એકતાની લાગણી પ્રસ્થાપિત કરી છે.
हिंदी दिवस के अवसर पर मेरा संदेश… https://t.co/SVhPFu0Kra
— Amit Shah (@AmitShah) September 14, 2023
ગૃહમંત્રી અમિત શાહે વીડિયોમાં કહ્યું કે હિન્દી લોકશાહી ભાષા રહી છે. હિન્દીએ એકતાની લાગણી પ્રસ્થાપિત કરી છે.આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, હું હિન્દી દિવસના અવસર પર દરેકને શુભેચ્છા પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ભાષાઓની વિવિધતાને એક કરતું નામ ‘હિન્દી’ છે. આઝાદીની ચળવળથી લઈને આજ સુધી હિંદીએ દેશને એક સાથે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ‘હિન્દી દિવસ’ના અવસર પર, ચાલો આપણે સત્તાવાર ભાષા હિન્દી સહિત તમામ ભારતીય ભાષાઓને મજબૂત બનાવવાનો સંકલ્પ લઈએ.
આ સિવાય અમિત શાહે વીડિયો સંદેશમાં કહ્યું, ‘હિન્દી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ભાષાઓની વિવિધતાને એક કરવાનું નામ છે. આઝાદીની ચળવળથી લઈને આજ સુધી હિન્દીએ દેશને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હિન્દી ભાષાએ આઝાદીની ચળવળમાં દેશને એકસાથે બાંધવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે. તેણે ઘણી ભાષાઓ અને બોલીઓમાં વિભાજિત દેશમાં એકતાની લાગણી સ્થાપિત કરી.