1. Home
  2. ગુજરાતી
  3. હોળી એટલે ગુજરાતના જાણીતા આ મંદિરમાં ફૂલડોલનો ઉત્સવ, જાણો કઈ રીતે થાય છે તેની ઉજવણી અને શું છે તેનું મહત્વ
હોળી એટલે ગુજરાતના જાણીતા આ મંદિરમાં ફૂલડોલનો ઉત્સવ, જાણો કઈ રીતે થાય છે તેની ઉજવણી અને શું છે તેનું મહત્વ

હોળી એટલે ગુજરાતના જાણીતા આ મંદિરમાં ફૂલડોલનો ઉત્સવ, જાણો કઈ રીતે થાય છે તેની ઉજવણી અને શું છે તેનું મહત્વ

0
Social Share

ગુજરાતને 1600 કિમી લાંબો દરિયો મળ્યો છે જેમાં દ્રારકા દરિયા કિનારે આવેલું એક પવિત્ર સ્થળ છે જ્યા ભગવાન કૃષ્ણની નગરી છે, દ્રારકાના જગત મંદિરમાં અનેક તહેવારોને ઉસ્તાહભેર ઉજવવામાં આવતા હોય છે આસાથે જ અહીંનો માહોલ દરપેક તહેવારમાં ભક્તિમય જોવા મળે છે.

ખાસ કરીને આ મંદિરમાં ફુલડોલ ઉત્સવનું ગણું મહત્વ છે. આ પર્વની ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરથી શ્રધ્ધાળુ આવતા હોય છે.ફૂલડોલ ઉત્સવમાં ભક્તિ ભર્યો માહોલ સર્જાય છે.ગુજરાતમાં હોળીના તહેવારનું ખૂબજ મહત્વ રહેલું છે, ફાગણી પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવાય છે. હોળી અને ધુળેટી બે દિવસનો આ તહેવાર હોય છે જેને રંગોનોન તહેવાર પણ કહેવામાં આવે છે. આ રંગોના પર્વનો આખા વર્ષ દરમિયાન ભક્તોને ઈંતઝાર રહેતો હોય છે.

કારણ કે ખાસ કરીને દ્રારકામાં ફાગણસુદ અગિયારસથી પુનમ સુધી ફાગણી પર્વની ઉજવણી ધૂમધામથી ઉત્સાહભેર વર્ષોથી થતી આવે છે. જગતમંદિર દ્રારકામાં હોળી-ફુલડોલ ઉત્સવની તૈયારીઓ માં અનેક શ્રધ્ધાળુંઓ વસંતપંચમીથી જ લાગી જતા હોય છે. દરેકને આ ઉત્સવ મનાવવો ઘણો પસંદ હોય છે.

વસંત પંચમીના દિવસે ભગવાનને બોર, દાળીયા, ધાણી જેવી વસ્તુઓનો ભોગ ધરાવાય છે. બપોરે ખાસ આરતી કરવામાં આવે છે. વસંત પંચમીથી દરરોજ સવારની શ્રૃંગાર આરતી અને સાંજની સંઘ્યા આરતી વેળાએ ભગવાન દ્રારકાધીશજીને મુખારવિંદ પર પુજારીઓ દ્રારા શકનરૂપે રંગ પણ લગાડવાની વર્ષઓ જૂની પરંપરા ચાલી આવે છે.

ફાગણીપર્વ દરમિયાન ભગવાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરીયાનુ સ્વરૂપ ધારણ કરે છે. ચાંદીની પિચકારીમાં કેસુડાના ફુલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે.આ સમગ્ર ઉત્સવને ફૂલડોલ કરીકે ઓળખાય છે જેની અનોખી મોજ હોય છે.જેને ઘૂળેટી પણ કહેવામાં આવે છે.

ફાગણીપુનમના દિવસે જગતમંદિરમાં ખાસ આરતીના સમયે અબીલ, ગુલાલ, ફુલોની વર્ષા કરવામાં આવે છે જ્યા ઘૂળેટીની અનોખી મજા જામે છે.લોકો ભક્તિના રંગો સાથે સાથે ફૂલોમાં અને રંગોમાં પણ રંગાય છે

આ ખાસ ફુલડોલના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવાની પરંપરા ચાલી આવે  છે. ત્યારબાદ બપોરના 2 થી 4 વાગ્યા સુધી કુલડોલનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code