
ગૃહમંત્રી અમિતા શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,હરિદ્રારમાં એક થી વધુ કાર્યક્રમમાં ભાગ લેશે
- ગૃહમંત્રી શાહ હરિદ્રાની મુલાકાતે
- 3 જૂદા જૂદા કાર્યક્રમાં હાજર રહેશે
દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતશાહ આજે ગુરુવારના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેવા છે,આ દરમિયાન તેઓ હરિદ્રારમાં હાજરી આપશે જ્યાં તેઓ એક થી વધુ કાર્યક્રમનો ભાગ બનશે. મંત્રી શાહ આજે ગુરુકુલ, ઋષિકુળ અને પતંજલિ ખાતે યોજાનાર ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગૃહમંત્રી અમિત શાહ ગુ ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. હરિદ્વાર પહોંચ્યા બાદ શાહ પહેલા ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
ગૃહમંત્રી શહાના આગમનને લઈને અનેક તૈયારીઓ થઈ ચૂકી છે સુરક્ષાનું પણ પુરતુ ધ્યાન આપવામાં આવ્યું છે,પોલીસ અને પ્રશાસને પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે જ ગુપ્તચર એજન્સીઓ દ્વારા સુરક્ષા કરવામાં આવશે.
આ સાથે જ અહીં ગૃહમંત્રીની સુરક્ષામાં 1500 પોલીસકર્મીઓ ઉપરાંત PACની ત્રણ બટાલિયન, ત્રણ BDS ટીમો તૈયાર રહેશે.પોલીસ ક્રાઈમ એન્ડ લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડાયરેક્ટર જનરલ બી.આર. મુરુગેસને કહ્યું હતું કે સુરક્ષા ફરજમાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં.
આ સાથે જ જિલ્લા મેજીસ્ટ્રેટપાંડેએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પરસ્પર સુમેળ સાધતા VVIPની ફરજને ખૂબ ગંભીરતાથી લેવી પડશે. આ સહીત કહેવામાં આવ્યું કે તમામ પોલીસકર્મીઓએ VVIP ડ્યુટીને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ.