
હવે ખુલીને હસતા શીખો -દાંતની પીળાશ છૂપાવાને બદલે અપનાવો આ ઘરેલું નુસ્ખા, દાંતમાં આવશે ચમક
- દાંતને સાફ કરવાના ઘરેલું ઉપયોગો
- ઘરમાં રહેલી વસ્તુથી દાંતની પીળાશ દૂર કરો
સામાન્ય રીતે આપણા શરીરના દરેક અવયવની આપણે કાળજી લેતા હોઈ છીએ, જેમાં ચહેરા પરના સ્મિતની કાળજી તો ચોક્કસ લેવીજ જોઈએ,ચહેરાનું હાસ્ય સુંદર બનાવવા માટે ખાસ સ્મિત જરુરી છે જે દાંત સુંદર હોવાથી વધુ સુંદર બને છે, તો ક્યારેક આપણે દાંતને બરાબર સાફ નથી કરતા હોતા, ભાગદોડમાં ચોક્કસ સમય આપતા નથી ત્યારે દાંત સમય જતા પીળા થવા લાગે છે અથવા તો દાંતમાં પીળી છાંટ પડતી જોવા મળે છે,આવો સમય આવે તે પહેલાજ તમે ઘરેલું ઉપચારથી દાંતની સારવાર કરીને તમારા દાંતને સફેદ ચમકદાર બનાવી શકો છે.
દાંતને ચમકદાર સફેદ અને ચોખ્ખા બવાનના માટેના ઘરેલું ઉપચારો
- લીંબુ અને મીઠૂં – લીંબુની છાલમાં મીઠું ઉમેરી દાંત ઉપર ઘસવાથી દાંત સફેદ બને છે. દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે જેનું કારણ લીબુંમા રહેલુ વિટામીન સી હોય છે.
- હળદર: – અડધી ચમચી હળદરમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી બ્રશ અથવા તો આંગળીથી તે દાંત ઉપર ઘસવામાં આવે તો દાંતમાં રહેલી પીળાશ દૂર થાય છે.
- સોડાખાર-ટૂથપેસ્ટ – તમારી રોજની જે ટૂથપેસ્ટ હોય છે તેમાં 2 ચપટી સોડાખાર નાખીને દાંત પર ઘસવાથી દાંત પરના પીળા ડાધ અને પીળાશ દૂર થાય છે.
- કેળાની છાલ – કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગઝીન વધારે પ્રમાણમાં હોય છે જે તમારા દાંતને સફેદની સાથે મજબૂત પણ બનાવે છે.
- લીબુંના ફૂલ, મીઠૂં અને સોડાખાસની પેસ્ટ – આ ત્રણેય વસ્તુમાં જરાક પાણી ઉમેરીને દાંત પર ઘસવાથી દાંત સાફ થાય છે.
- સ્ટ્રોબેરીમાં રહેલું વિટામિન- સી દાંતો ઉપર જામ થઇ ગયેલી ક્ષારીને દૂર કરવામાં મદદ કરે છે..
- લાકડાનો કોલસો: બજારમાં કોલસા વાળી ટૂથપેસ્ટ પણ મળે છે જે દાંતને ચમકાવવાનું કામ કરે છે , ઘરે ચુલ્હામાં રહેલા કોલસાને દાંત ઉપર લગાવશો તો દાંત મોતીઓની જેમ થોડા જ સમયમાં ચમકવા લાગશે.
સાહિન-