
નાગપુરમાં હોસ્પિટલની બેદરકારી – 4 બાળકોને HIV વાળું બ્લડ ચઢાવાતા એકનું થયું મોત,3 બાળકોને લાગ્યો HIV નો ચેપ
- મહારાષ્ટ્રના નાગપુરની ઘટના
- 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી અપાયું
- 1 બાળકે તોડ્યો દમ,બાકીના 3 એઈડ્સ પોઝિટિવ આવ્યા
મુંબઈ- ઘણી હોસ્પિટલોની બેદરકારીને કારણે માસુમ લોકોએ જીવ ગુમાવો પડે છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી કંઈક આવી જ ઘટના સામે આવી છે,જેમાં 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી ચઢાવાતા 1 બાળકે દમ તોડ્યો હતો તો બાકીના ત્રણ બાળકો એચઆઈવી પોઝિટિવ આવ્યા છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે થેલેસેમિયાથી પીડિત ચાર બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેઓને લોહી ચઢાવવાનું હતું ત્યારે આ બાળકોને એચઆઈવી સંક્રમણ વાળું લોગી આપવામાં આવ્યું હતું, જે તમામને ચેપ લાગ્યો હતો અને એકનું મોત પણ થયું હતું.
આ સમગ્ર ઘટનાની વાત ફેલાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.આર.કે.ધકાતેએ નિવેદન બહાર પાડીને કડક કાર્યવાહીની કરવાની પણ વાત કરી છે.
આ મામલેતેમણે કહ્યું કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, ટૂંક સમયમાં જ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવશે અને કડક પગલા પણ લેવાશે,ડો.ધકાતેએ જણાવ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ પણ આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. થેલેસેમિયાના દર્દીઓને અપાતા લોહીનો ન્યુક્લીક એસિડ ટેસ્ટ ટેસ્ટ ટૂંક સમયમાં કરવામાં આવશે જે પરથી તથ્ય સામે આવશે.
તો બીજી તરફ આ બાળકોની સારવાર કરી રહેલા ડોકટરે જણાવ્યું કે દર્દીઓને સંક્રમિત લોહી આપવામાં આવ્યું હતું. રક્તદાન કર્યા બાદ સારવાર દરમિયાન તેની તપાસ કરવામાં આવી હતી અને તે એચઆઈવી સંક્રમિત હોવાનું જણાયું હતું. થેલેસેમિયા પીડિત બાળકોને અપાતા લોહીનો એનએટી ટેસ્ટ કરાવવો જરૂરી છે. પરંતુ બ્લડ બેંકમાં આ ફેસેલિટી ન હોવાને કારણે બાળકો એચઆઈવી સંક્રમણનોભોગ બન્યા હતા.ત્યારે હવે આ મામલે તપાસની માંગ ઉઠી છે