1. Home
  2. ગુજરાતી
  3. હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’ની શુટિંગ થઇ પૂર્ણ,એક્ટરએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’ની શુટિંગ થઇ પૂર્ણ,એક્ટરએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’ની શુટિંગ થઇ પૂર્ણ,એક્ટરએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

0
Social Share
  • ‘વિક્રમ વેધા’ની શુટિંગ થઇ પૂર્ણ
  • એક્ટરએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
  • ત્રણ વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરશે હૃતિક

મુંબઈ:બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે.જ્યારથી આર માધવન અને વિજય સેતુપતિની ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકની જાહેરાત થઈ છે, ત્યારથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે,30 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ વિશે માહિતી આપતા અભિનેતા હૃતિક રોશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે

‘વિક્રમ વેધા’ના સેટની તસવીરો શેર કરતા હૃતિક રોશને લખ્યું, ‘શૂટિંગ પૂર્ણ થતાંની સાથે જ આ સેટ સાથે જોડાયેલી બધી ખુશનુમા યાદો મારા મગજમાં તાજી થઈ ગઈ.એક્શન, રોમાંચ અને સખત મહેનત…અમે તમારા માટે ‘વિક્રમ વેધા’ને ખાસ બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. ઉત્સાહિત હોવાની સાથે સાથે હું આજે થોડો નર્વસ પણ છું.. જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવશે તેમ તેમ ગભરાટ પણ વધશે.આ ફિલ્મ દ્વારા હૃતિક ત્રણ વર્ષ પછી એક્શનથી ભરપૂર અવતારમાં મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે.

આ ફિલ્મ ભારતીય લોકકથા ‘વિક્રમ ઔર બેતાલ’ પર આધારિત છે. ફિલ્મ ‘વિક્રમ વેધા’ એક એક્શન ક્રાઈમ થ્રિલર છે, જે એક કડક પોલીસ અધિકારીની વાર્તા કહે છે.ફિલ્મમાં એક પોલીસ અધિકારી એક ખતરનાક ગેંગસ્ટરને શોધીને તેને પકડવા માટે નીકળે છે.વિક્રમ વેધાના તમિલ વર્ઝનમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code