1. Home
  2. ગુજરાતી
  3. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે

0
Social Share

નવી દિલ્હીઃ આઝાદીના અમૃત મહોત્સવના દેશવ્યાપી આયોજનની શ્રુંખલા અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આગામી 3 જૂન 2022ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનું નક્કી કરેલ છે. આ કાર્યક્રમની જવાબદારી યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય , ભારત સરકારને સોપવામાં આવી છે. આ દેશવ્યાપી કાર્યક્રમમાં આવતી 3 જૂન 2022ના રોજ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા તમામ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અને 75 આઈકોનીક જગ્યાઓ પર ભવ્ય સાયકલ રૈલીનું આયોજન કરવામાં આવશે. નેહરુ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવક અને એની સાથે જોડાયેલા યુવા મંડળો/મહિલા મંડળો દ્વારા આ કાર્યક્રમનું આયોજન જિલ્લા તેમજ તાલુકા સ્તરે પણ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં મોટર વાહનોથી થઇ રહેલ પ્રદૂષણથી બચવા માટે સાયકલ એક સરસ અને ઉત્તમ ઉપાય છે. વિશાળ જનસંખ્યા વાળા દેશમાં સાયકલનો ઉપયોગ ફીટનેસ અને પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી છે. ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકો ખાસ કરીને યુવાનોના સ્વાસ્થ્ય માટે અને ફીટનેસમાં વધારો થાય તે માટે છેલ્લા વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ પ્રયાસો કરેલ છે. રમતગમતને પ્રોત્સાહન માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અવસર, તાલીમ અને હરીફાઈનું આયોજન પણ થઇ રહેલ છે જ.

રાષ્ટ્રીય સ્તર પર યોગનો અભ્યાસ અને સૂર્ય નમસ્કારનો પ્રચાર કરીને જનમાનસમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના માધ્યમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રમતગમત માટે અને ખેલ સંસ્કૃતિને વધારવા માટે યુવા મંડળોને મફત ખેલ સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. એના પછી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા સ્તર અને જિલ્લા સ્તરની રમતગમત હરીફાઈઓનું આયોજન પણ કરવામાં આવે છે.

ફીટ ઇન્ડિયા મિશન કાર્યક્રમના માધ્યમ “ ફીટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ “નું સૂત્ર લોકપ્રિય થયેલ છે. આ મિશનના માધ્યમથી ફ્રીડમ રનના કાર્યક્રમોમાં કરોડોની સંખ્યામાં દેશવાસીઓએ ભાગ લીધેલ છે આ મિશન ને રનીગ , જોગીંગ અને નૃત્ય અરોબીક્સ જેવા અનેક વ્યાયામની કોઈ પણ પદ્ધતિથી દેશ વાસીઓને ફીટ રહેવા માટે પ્રેરિત કરેલ છે.

આઝાદીના અમૃત મહોત્સવની કાર્યક્રમ શ્રેણી અંતર્ગત ૩ જૂનના રોજ આયોજિત વિશ્વ સાયકલ દિવસની પૃષ્ઠ ભૂમિ વ્યાપક છે. તેના અંતર્ગત યુવા કાર્ય અને ખેલ મંત્રાલય દ્વારા દિલ્લીમાં રાષ્ટ્રીય કક્ષાનો, રાજ્યની રાજધાનીઓમાં અને દેશ ના ૭૫ આઇકોનિક સ્થળો પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બધા કાર્યક્રમોમાં સક્રિય સહભાગ, સહકાર અને સહયોગની અપેક્ષા છે.  આઝાદીના અમૃત મહોત્સવની કાર્યક્રમ શ્રેણી અંતર્ગત 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી માટે પ્રશાશન પંચાયતી રાજ, સિવિલ સોસાયટી અને સમગ્ર સરકારી અને બિન સરકારી વિભાગોનું સહકાર અપેક્ષિત છે.

3 જૂનના રોજ મેજર ધ્યાનચંદ સ્ટેડીયમ દિલ્લીથી રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન શરુ થશે, આમાં 750 યુવા સાયકલ ચાલકો 7.5 કિલોમીટર સાયકલ ચલાવશે. તેના સિવાય એનવાયકેએસ દ્વારા ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોની રાજ્ધાનીયોમાં અને 75 આઇકોનિક જગ્યોએ સંકલ રૈલીનું આયોજન કરવામાં આવશે. નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત , દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ અને સરદાર વલ્લભ ભાઈ પટેલના જન્મ સ્થળે કરમસદ ( આણંદ), સાબરમતી રીવર ફ્રન્ટ ( અમદાવાદ ), સ્વરાજ આશ્રમ બારડોલી ( સુરત ), ગોલ્ડન બ્રીજ ( ભરૂચ ), કીર્તિ મંદિર ( પોરબંદર ) અને ગીરનાર ભવનાથ મંદિર ( જૂનાગઢ )માં ભવ્ય આયોજન કરવામાં આવશે. તેમજ તાલુકા સ્તર પર પણ સ્વયંસેવકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code