ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી
- શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી
- બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ.
- મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
- ૮૦૦૦ કરતાં વધુ લોકો એ કર્યું કથા શ્રવણ, ૪૦૦થી વધુ લોકો એ લીધો મેડિકલ કેમ્પનો લાભ.
શિરાચા : કી આયો મણે, મજા મે.. મણીકે મુજા રામ રામ, સાથે અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી ડો,પ્રીતબેન ગૌતમભાઈ અદાણીએ સંબોધનની શરૂઆત કરી હતી. ડૉ. પ્રીતિબેન અદાણીએ માનવ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતું ઉદબોધન કર્યું હતું અને જણાવ્યું કે વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં, પરંતુ માનવીનો સાચો વિકાસ. અદાણી જૂથ દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” ના પવિત્ર ઉદ્દેશથી સાત દિવસની ભાગવત કથાનું આયોજન માત્ર અને માત્ર લોકકલ્યાણ માટે જ કરવામાં આવ્યું છે.

બીજા દિવસની કથામાં અનેક મહાનુભાવો સહિત કચ્છના લોકોને સંબોધતા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું કે “છેલ્લા 25 વર્ષથી આપ સૌ દરેક પડકારમાં અમારી પડખે ઉભા રહ્યા છો, આજે અદાણી ગ્રુપ ભારત માટે જે કાંઈ કાર્ય કરી રહ્યું છે, ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે અને તેમાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે.”

આજરોજ શ્રીમદ ભાગવત કથામાં સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં વિશાળ જનમેદનીથી કથામંડપ (ડોમ) ટૂંકું પડ્યું હતું. લગભગ ૮૦૦૦ થી વધુ લોકોએ આ કથાનું શ્રવણ કર્યું હતું, આ સપ્તાહનાં બીજા દિવસે પધારેલા શ્રી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઇશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં અને પૂજનીય સંતો-મહતો, સાધ્વીઓ, મુંદ્રા-માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વીજી મહારાજસાહેબે જણાવ્યું હતું કે એવા અમુક ગૃહસ્થો હોય છે જે સંતો થી પણ આગળ નીકળી જય છે, એ જ્યાં જ્યાં જાય છે ત્યાં સેવા અને સત્કર્મ ની સુગંધ સ્થાપિત કરતાં જાય છે. આઈશ્રી દેવલમાંએ જીતભાઈ અદાણીના લગ્નમાં થયેલ દિવ્યાંગો માટે થયેલ સેવકાર્યોને બિરદાવ્યું હતું અને આશીર્વચન આપ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સાધુ-સાધ્વી, સંતો-મહતો તેમજ મહાનુભવોનું અદાણી પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મુંદ્રા તાલુકાનાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ તેમજ સંસ્થાઓ દ્વારા અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો.પ્રીતિબેન અદાણીનો સન્માન કરવામાં આવ્યું હતું અને અદાણી ફાઉન્ડેશન દ્વારા થતી સામાજીક ઉતરદાયિત્વની પ્રવૃતિને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રથા ના વક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી એ શ્રીમદ ભાગવત કથાનું વાંચન કર્યું હતું, અહી તેઓ એ શ્રીમદ ભાગવત ગીતા ના પ્રસંગો એક પછી એક વર્ણવ્યા હતા, એમને સવિશેષ કહ્યું હતું કે દરેક સંતાનોએ તીર્થ સ્થાન કરતાં પેહલા સૌ પ્રથમ પોતાના માતા-પિતાને સાર સંભાળ અને સન્માન આપવું જોઈએ, આજકાલ ખૂલી રહેલા વૃદ્ધાશ્રમો એ સમાજ પર કલંક સમાન છે. તેઓ એ વધુ માં જણાવ્યું હતું કે સારા માણસો ની જ સંગત કરો, કે જેમની પાસેથી તમને કઈક ધર્મ પણ શીખવા મળે અને એ મનુષ્ય ને ઉદ્ધાર તરફ લઈ જશે.


