1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2022 મહિલા વિશ્વકપ માટે પ્રાઈઝ મની ICC એ બમણી કરી – જાણો હવે કેટલી રકમ મળવા પાત્ર બનશે
વર્ષ 2022 મહિલા વિશ્વકપ માટે પ્રાઈઝ મની ICC એ બમણી કરી – જાણો હવે કેટલી રકમ મળવા પાત્ર બનશે

વર્ષ 2022 મહિલા વિશ્વકપ માટે પ્રાઈઝ મની ICC એ બમણી કરી – જાણો હવે કેટલી રકમ મળવા પાત્ર બનશે

0
Social Share
  • આઈસીસી એ મહિલા વર્લ્ડ કપની પ્રાઈઝમની વધારી
  • વર્ષ 2022 વર્લ્ડકપની પ્રાઈઝમની ડબલ આપવામાં આવશે

દિલ્હીઃ- દેશભરમાં હવે મહિલાઓનો દરેક ક્ષેત્રમાં દબદબો જોવા મળે છે, ત્યારે હવે આઈસીસીએ મહિલા વિશ્વ કપ 2022ને લઈને મહત્વની જાહેરાત કરી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમને ગત વખતની સરખામણીએ આ વખતે લગભગ બમણી ઈનામી રકમ મળશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ મંગળવારે આ ટૂર્નામેન્ટ માટે નવી ઇનામી રકમની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ કપ વિજેતા ટીમને 1.32 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા મળવા પાત્ર બનશે.

ઉલ્લેખનીય છે કે મહિલા વર્લ્ડ કપની મેચો 4 માર્ચથી 3 એપ્રિલ સુધી ન્યૂઝીલેન્ડના છ સ્થળોએ રમાનાર છે. વર્લ્ડ કપ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે.ત્યારે હવે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

ICCએ કહ્યું કે એકંદરે ઈનામની રકમમાં 75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ટીમોને US$ 3.5 મિલિયન અંદાજે રૂ. 26.47 કરોડ મળશે, જે અગાઉની ઇનામી રકમ કરતાં US$ 1.5 મિલિયન અંદાજે રૂ. 11.35 કરોડ જેટલી વધુ છે.આ સાથે જ ઉપવિજેતા ટીમને USD 6 લાખ અંદાજે  4.53 કરોડ રપિયા મળશે.ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં પાંચ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code