
દહીં, દૂધ કે છાસ બગડી જાય તો તેને ફેંકતા નહી, તમારા ઘરના ફૂલછોડમાં નાખીદો,ખાતરનું કરશે કામ
- ખાટ્ટી છાસ દહીંને છોડમાં નાખીદો
- ચાની બચેલી ભકીને છોડમાં નાખો
- ચાની ભૂકીમાં તમે મહેંદી પણ પલાળી શકો છો
સામાન્ય રીતે ચાની ભૂકી , ખાટ્ટ દંહી કે છાસ આપણે એઠવાડામાં ફેંકી દેતા હોઈએ છીએ.આ સાથે જ ક્યારેક દહીં ખાટ્ટુ થઈ જાય અથવા સ્વાદ બગળી જાય એજ રીતે છાસ ખાટ્ટી થાય કે કડવી થઈ જાય ત્યારે તેને ફેંકી દેતા હોઈએ છીએ જો કે આજે આપણે તેના એવા ઉપયોગ જોઈશું જે તમારા ખૂબ કામમાં આવશે.
ચાની ભૂકી
ચા બની ગયા બાદ ચતાને ગાળીને જે ભૂકી બચે છે તેનો તમે ઘણી પરીતે ઉપયોગ કરી શકો છો, એક તો તમે તમારા ઘરના છોડવાના કુંડામાં તેને નાખી શકો છો તેનાથી તે ખથાતરનું કામ કરે છે, મરી ગયેલા છોડ જીવંત કરે છે,આ સાથે જ તેને બે ત્રણ પાણી વડે ઘોઈને તેમાં તમે વાળમાં લગાવાની મહેંદાી પણ પલાળી શકો છો, જેનાથી વાળમાં સારો કલર આવે છે.
ખાટ્ટુ દહીં
જો ક્યારેક દહીં ખૂબ જ ખાટ્ટુ થઈ જાય ત્યારે તેને ફેંકતા નહી, આ દહીંમાં ખેતરની કાળી માટીને પલાળીને તમે વાળમાં નાખી શકો છો, જેનાથી તમને ગરમીમાં રાહત મળશે અને વાળ સરસ મજાના બનશે, જો કે ધ્યાન રાખવું કે માટી ખાતર વિનાની શુદ્ધ હોવી જોઈએ
આ સાથે જ દહીંને પણ તમે ફૂલ છોડમાં નાખીદો તેની લસાથે કિચનનો શાકભાજીમાંથી નીકળતો કરચરો પણ નાખી શકો છો તમે ઈચ્છો તો ઘરે માટલામાં દહી અને કચરો 15 દિવસ ભેગો કરો અને તેને 4 દિવસે ફેરવતા રહો આમ કરવાથી કુદરતી ખાતર બનશે દહીથી તેને સડો આવશે જે ખાતરને વધુ સારુ બનાવે છે.
ખાટ્ટી કે બગડેલી છાસ
જ્યારે ઘરમાં ઘી બનાવીએ છીએ ત્યારે જે છાસ બચે છે તેને ફેંકવી જોઈએ નહી, આ છાસને પણ તમે ફૂલ છોડમાં નાખી શકો છો જેનાથી ફૂલ છોડને ખાતર મળે છે.આ સાથે જ મહેંદી પલાળવા માટે પણ આ છાસ કામ લાગે છે.
ફાટી ગયેલું દૂધ
ફાટી ગયેલા દૂધનું પાણી ફેંકવાના બદલે તેને ફૂલ છોડ કે ઝાડમાં નાખી દો જે એક સારા ખાતરનું કામ કરે છે તમારા ઝાડવાઓના વિકાસ કરવામાં તે મદદરુપ બને છે.