1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કૃષિ જમીનમાં વીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરાશે તો ખેડુતોને જંત્રીના 200 ટકા લેખે વળતર ચુકવાશે
કૃષિ જમીનમાં વીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરાશે તો ખેડુતોને જંત્રીના 200 ટકા લેખે વળતર ચુકવાશે

કૃષિ જમીનમાં વીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરાશે તો ખેડુતોને જંત્રીના 200 ટકા લેખે વળતર ચુકવાશે

0
Social Share

ગાંધીનગરઃ ઊર્જા મંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી  દેસાઈએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે. તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતા ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળત૨ જે તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200 ટકા લેખે વળત૨ ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

વધુમાં જણાવ્યા અનુસાર,ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code