
સ્કિન ડ્રાય થઈ જાય,ત્વચા પર બ્લેક હેડ્સ આવી જાય આવી સ્થિતિમાં આ કેટલીક ટિપ્સ તમને લાગશે કામ
- ડ્રાય સ્કિનને કોમળ બનાવે છે દંહી અને મધનો પેક
- કાકડી અને દહીંથી સ્કિન પર આવશે ગ્લો
હાલ આપણા દરેકની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસના તડકો અને રાત્રે ઠંડી જેના કારણે તેની અસર આપણી સ્કિન પર પડી રહી છે, તો બીજી તરફ રોજની લાઈફમાં ભાગદોડ અને ચહેરા પર ડસ્ટ લાગવો આ તમામ પરિબળને કારણે સ્કિન જાણે ડાર્ક બની ગઈ હોય તેવું લાગે છે, ત્યારે આવી સ્થિતિમાં તમારે ઘરમાંજ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને સ્કિનને કોમળ બનાવાની છે.
દરેક યુવતી પોચાના ચહેરા પર કુદરતી ચમક જોવા માંગે છે અને લોકો તેને કુદરતી સૌંદર્ય પણ કહે છે. દરરોજ પ્રદૂષણ અને કેમિકલયુક્ત પદાર્થોના ઉપયોગના કારણે ચહેરાની કુદરતી ચમક ખોવાઈ જાય છે અને ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે.ત્યારે આપણે નેચરલ વસ્તુઓથી તેનો ઈલાજ કરીશું
કાકડી તમારા ચહેરા માટે બેસ્ટ ઓપ્શન
- કાકડીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો તેમજ વિટામીન A અને C હોય છે. ચહેરાને ઠંડક આપવા ઉપરાંત, તે તેને અંદરથી મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તમે તેને સીધા ચહેરા પર લગાવી શકો છો અને તેનો ફેસ પેક અથવા ફેસ માસ્ક બનાવીને પણ લગાવી શકો છો.
- એક ચમચી એલોવેરા જેલમાં કાકડીના થોડા ટુકડા છીણીને નાખો. બંનેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. તે ચહેરા પરથી મૃત ત્વચાના કોષોને પણ દૂર કરે છે.
- 2 ચમચી ચણાના લોટમાં 2-3 ચમચી કાકડીનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવ્યા બાદ ચહેરો ધોઈ લો. આ માસ્ક ચહેરા પર ચમક લાવે છે અને તે સ્પષ્ટ દેખાઈ પણ જાય છે.
- ચોથા ભાગની કાકડીને છીણીને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. આ ફેસ પેકને 15 મિનિટ સુધી ચહેરા પર રાખ્યા બાદ ધોઈ લો. સંવેદનશીલ ત્વચા માટે આ શ્રેષ્ઠ ફેસ માસ્ક છે.