શા માટે શરીરમાં હોય છે ઝિંકની જરુર, જો ઝિંકની ઉણપ હોય તો ખોરાકમાં આટલી વસ્તુઓનો કરો સમાવેશ
- ઝીંકની ઉણપથી ઘા રુઝાવામાં વાર લાગે છે
- શરીરની વૃદ્ધિ માટે ગર્ભાવસ્થા માટે જરુરી ઝિંક
સામાન્ય રીતે આપણા શરીરમાં દરેક પોષક તત્વોની જરુર પડે છએ આયર્ન હોય કે વિટામીન હોય કે હિમોગ્લોબિન હોય આજ રીતે ઝિંક પણ શરીરમાં પુરતા પ્રમાણમાં હોવું જોઈએ આજે વાત કરીશું ઝિંક વિશે,ઝિંક અથવા આપણા શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક છે. ઝિંકનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે, તેથી તમારે પૂરતી માત્રામાં જસતયુક્ત ખોરાક લેવો જોઈએ.
ઝિંકનું કાર્ય શું હોય છે જાણો
ઝિંક આપણા શરીરમાં કોષ વિભાજન, કોષની વૃદ્ધિ, ઘા રૂઝાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કોરોના વાયરસના ચેપથી બચવા માટે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય શરીરની વૃદ્ધિ માટે ગર્ભાવસ્થા અને બાળપણમાં ઝિંક પણ ખૂબ જ જરૂરી છે.
કયા ખોરાકમાંથી મળે છે ઝિંક
તરબૂચનું સેવન કર્યા પછી તેના બીજને ફેંકી ન દો. તરબૂચના બીજ અત્યંત પૌષ્ટિક હોય છે, જેમાં ઝીંક અને અન્ય સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. ઝિંકની ઉણપને પહોંચી વળવા માટે તમે સૂકા તરબૂચના બીજને નાસ્તા તરીકે ખાઈ શકો છો
જે લોકો નોનવેજ ખાય છે તેમના માટે માટે રેડ મીટ શ્રેષ્ઠ વિકલ્પ છે. રેડ મીટમાં ઝિંકની સાથે વિટામિન બી12 પણ સારી માત્રામાં જોવા મળે છે. લાલ માંસનું સેવન તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટાડે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે
તમારા શરીરમાં ઝિંકની ઉણપને પહોંચી વળવા માટે કોળાના બીજનું સેવન કરવું જોઈએ. મુઠ્ઠીભર કોળાના બીજમાં 2.2 મિલિગ્રામ ઝીંક અને 8.5 મિલિગ્રામ પ્લાન્ટ આધારિત પ્રોટીન હોય છે. કોળાના બીજથી ભરપૂર ખોરાક ખાવાથી કેન્સરના જોખમને પણ રોકી શકાય છે.