1. Home
  2. ગુજરાતી
  3. ઐતિહાસિક જગ્યાઓ જોવાનો શોખ છે તો ગુજરાતમાં જ આવેલા આ ખાસ  સ્થળોની કરો મુલાકત
ઐતિહાસિક જગ્યાઓ જોવાનો શોખ છે તો ગુજરાતમાં જ આવેલા આ ખાસ  સ્થળોની કરો મુલાકત

ઐતિહાસિક જગ્યાઓ જોવાનો શોખ છે તો ગુજરાતમાં જ આવેલા આ ખાસ  સ્થળોની કરો મુલાકત

0
Social Share
  • ગુજરાતમાં આવેલા છે પ્રાચિન મંદિરો
  • પોળોના જંગલોમાં વર્ષો જૂના મંદિરના થાય છે દર્શન
  • અમદાવાદનું સૂર્ય મંદિર પણ આકર્શણનું કેન્દ્ર

ઘણા લોકોને હિસ્ટ્રીકલ પ્લેસ જોવાનો ખૂબ શોખ હોય છે,જેમાં ખાસ કરીને જૂની ઈમારતો, કિલ્લાઓ કે મહેલોને જોવાનું ગમતું હોય છે, વર્ષો પહેલા બનેલા આ પ્લેસ હાલતો ખંડરની સ્થિતિમાં હોય છે જો કેલ ત્યા જઈને તેને જોવાનો  અને તેનો ઈતિહાસ જાણવાનો એક અનોખો ઉત્સાહ હોય છે, આ સાથે જ આવા પ્લેસ પર ફોટો ગ્રાફી જોરદાર કરી શકાય છે,પ્રિવેડિંગ માટે પણ આજકાલ લોકો આવી જગ્યાનો ઉપગોય કરતા હોય છે.જેમાં ગુફાઓ કે મહેલો નો પણ સમાવેશ થાય છે,

દિવ પણ એક એવું સુંદ સ્જેથળ છે જ્મયાં પ્રાચીન કિલ્લો છે આ સાથે જ અનેક પ્રાચીન મંદિરો અને ચર્ચ પણ આવેલા છે,આ સાથે જ  દિવની ગુફાઓ પણ આકર્ષણનં કેન્દ્ર છે. આજલાક પ્રિવેડિંગનું શૂટિંગ દિવમાં કરવાનો ક્રેઝ વધ્યો છે.જો તમને આવા પ્લેસ જોવા છે તો તમે દિવની પણ મુલાકાત લઈ શકો છો.

હિલસ્ટેશન ગણાતું સાપુતારા આકર્ષણનું કતેન્દ્ર છે. સાપુતારાના પર્વત ખૂબ સુંદર છે. અહીં રિલેક્સ થવા માટે લોકો દૂર દૂરથી આવે છે.  સાપુતારા, વાનરઘોંડમાં સ્થિત છે. અહીં બોટેનિકલ ગાર્ડન છે, જે અહીંનું મુખ્ય આકર્ષણનું કેંન્દ્ર છે. સાપુતારાની પાસે ગિરા ફોલ્સ છે, જે લોકો વચ્ચે પિકનિક માટે ખૂબ સુંદર છે. આ વોટર ફોલ 75 ફૂટ ઉચો છે.

આ સાથે જ  ગુજરાતના ઘૂમલીમાં સ્થિત નવલખા મંદિર, 11 મી સદીમાં જેઠવા શાસકોએ બનાવ્યું હતું. આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે. સાથે આ મંદિર ગુજરાતના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. એહીની મુલાકાત તમારો પ્રાચીન પ્લેસને જોવાનો શોખ પુુરો કરે છે

બીજી તરફ ખંભાત ખાડીમાં ગોપાનાથ બીચ ભવસાગરથી 70 કિલોમીટર છે. શહેરના ઘોંઘાટથી દૂર આ જગ્યા પર પર તમે શાંતિથી સમય વિતાવી શકો છો. ચારેય તરફ હરિયાળીથી ભરપૂર આ જગ્યા ખૂબ સુંદર છે. અહીં 700 વર્ષ જૂનું મંદિર છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે

ગુજરાતના જાણીતા અને જૂના શહેરોમાં પાટણ સામેલ છે. આ શહેર લાંબા સમય સુધી ચાવડા શાસકોની રાજધાની રહ્યું છે, પરંતુ 13મી સદીમાં તેને નષ્ટ કરી દેવામાં આવ્યું ત્યારબાદ અહીં જૂની ખંડેર ઇમારોને જોવા લોકો પહોંચે છે.અહી વાવ પણ ાવેલી છે જે આકર્ષશણનું કેન્દ્ર છે લોકો અહી ફોટોગ્રાફી માટે પણ આવતા હોય છે

અમદાવાદ પાસે જ આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર પણ ખૂબ જૂનો ઈતિહાસ ઘરાવે છે,અહી સુર્યના કિરણો પડતા મંદિરમાં ખૂબ જ સુંદર દ્ર્શ્યો સર્જાય છે.આ એક અદભૂત નજારો છે જેને નિહાળવા આ સ્થળની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જ જોઈએ

પોળોમાં આવેલા છે પ્રાચીન મંદિરો, હિમ્મત નગર પાસે આવેલા પોળોના જંગલોમાં પણ પ્રાચીન વર્ષો જૂના તૂટેલા મંદિરો આવે છે, જે ખંડેર મંદિરો પાસે તમે સરસ ફોટોગ્રાફી કરી શકો છો.અદીનો નજારો અદ્ભૂત હોય છે,ટ્રેકિંગથી લઈને અનેક સુવિધાઓથી સજ્જ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code