1. Home
  2. ગુજરાતી
  3.  મૂવી જોવાના શોખીન છો તો થઈ જાઓ રેડી, થોડા સમયમાં જ આવી રહી  છે આટલી ફિલ્મ્સ
 મૂવી જોવાના શોખીન છો તો થઈ જાઓ રેડી, થોડા સમયમાં જ આવી રહી  છે આટલી ફિલ્મ્સ

 મૂવી જોવાના શોખીન છો તો થઈ જાઓ રેડી, થોડા સમયમાં જ આવી રહી  છે આટલી ફિલ્મ્સ

0
Social Share
  • ફેબ્રુઆરી મહિનામાં એકથી એક ફિલ્મ એક બીજાને આપશે ટક્કર
  • સિનેમાઘરોમાં રિલીઝ થશે ઘણી ફિલ્મો

 

મુંબઈઃ- તાજેતરમાં કોરોનાની લસ્થિતિ થોડી હળવી થી રહેલી જોવા મળે છે ,મુંબઈમાં કોરોના સંક્રમણના કેસમાં થયેલા ઘટાડાને જોતા BMCએ મુંબઈના લોકોને થોડી રાહત આપી છે. ત્યારે હવે આ સારા સમાચાર દર્શકો માટે પણ સારા સાબિત થશે, કારણ કે કેટલાક નિર્દેશકોએ તેમની ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરી છે. મુંબઈમાં કર્ફ્યુ હટતાની સાથે જ એક, બે નહીં, પરંતુ ફેબ્રુઆરીમાં ચાર ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

ગંગુબાઈ કાઢીયા વાડી

આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મની વાર્તા લેડી ડોન ગંગુબાઈ કાઠિયાવાડી પર આધારિત છે.જે આ મહિનાની 25 તારિખે સિનેમાઘરોમાં દર્શકોને જોવા મળશે.

ઝુંડ

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને પણ તેમની આગામી ફિલ્મ ‘ઝુંડ’ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. બિગ બીએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે જેમાં તે હાથમાં ફૂટબોલ પકડેલા જોવા મળે છે અને પોસ્ટર પર 4 માર્ચ 2022 લખેલું છે. ઝુંડ નાગરાજ મંજુલે દ્વારા નિર્દેશિત એક સ્પોર્ટ્સ ફિલ્મ છે.

રાઘે શ્યામ

પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ પણ એ ફિલ્મોમાં સામેલ છે જે કોવિડને કારણે રિલીઝ થવાથી અટકી ગઈ હતી. તે જ સમયે, પ્રભાસે રાધે શ્યામની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. એક પોસ્ટર રિલીઝ કરતાં પ્રભાસે જણાવ્યું કે ફિલ્મ આવતા મહિનાની 11મી એટલે કે 11મી માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે પણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે.

ભૂલ ભૂલૈયા 2

તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ 25 માર્ચે રિલીઝ થશે, પરંતુ આજે કાર્તિકે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં જણાવ્યું છે કે ફિલ્મ હવે 20 મેના રોજ રિલીઝ થશે.

જો તે આ સિવાય પણ ઘણી ફિલ્મસ આવના દિવસોમાં રિલીઝ થવાની છે પરંતુ તેની સ્તતાવાર રિલીઝડેટની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી ,.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code