
જો તમે ઈલેક્ટ્રિક કાર ચલાવો છો, તો શિયાળાની ઋતુમાં આ ટિપ્સ જરૂર અપનાવો
ઈલેક્ટ્રિક વ્હિકલ ગ્રાહકોમાં વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે હવામાનને આધારે તેનું પરફોર્મન્સ બદલાઈ શકે છે. જેવી રીતે શિયાળામાં બેટરીઓ પર પ્રતિકૂળ અસર થાય છે. તે ગાડીની રેંન્જને ઘટાડી શકે છે. તેથી શિયાળામાં તમારા ઈલેક્ટ્રિક વ્હિકલને સ્વસ્થ રાખવા માટે મહત્વ પૂર્ણ વાતનું ધ્યાન રાખો.
લિથિયમ-આયર્ન બેટરી ઉર્જાનો સંગ્રહ કરે છે, જે EVને ઉર્જા આપે છે. જેમ કે, લિથિયમ-આયર્ન બેટરીઓ ઓછા તાપમાનમાં ખરાબ પ્રદર્શન કરે છે, કેમ કે સેલ્સના ઈન્ટરનલ રેસિડેન્સ વધી જાય છે, જેમાં ટ્રાન્સફર કેપેસિટી ઓછી થઈ જાય છે. જેથી બેટરી ઝડપથી પૂરી થઈ જાય છે અને રિચાર્જ થવામાં વધારે સમય લે છે. તેનાથી બચવા સંભવ હોય એટલી તમારી ઈલેક્ટ્રિક કાર ખુલ્લામાં પાર્ક ન કરો અને તમારી જોડે માત્ર આઉટ ડોર પાર્કિંગ છે તો ઠંડી થી બચવા તેને ઢાંકી દો.
શિયાળામાં બેટરીની ક્ષમતા ઓછી થવાથી બચાવવા માટે તમારે ગાડીમાં ચાર્જરનો પ્લગ લગાવતા સમયે કેબિનને પહેલા પ્રી-હિટ કરી લેવું જોઈએ. EVના હિટરનો ઉપયોગ બેટરીની લાઈફને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય EVમાં ગરમ સીટનો ઓપ્શન હોય તો તેનો ઉપયોગ કરાય.
વાર-વાર ફાસ્ટ ચાર્જીગ કોઈ પણ સ્થિતિમાં લિથિયમ-આયર્ન બેટરી માટે સારૂં માનવામાં આવતુ નથી જેના પરિણામે ઠંડીમાં વધુ નુકશાન કારક માનવામાં આવે છે. જેટલું શક્ય હોય તેટલું ઝડપી ચાર્જીંગ ટાળો કારણ કે તાપમાનમાં ઘટાડો થવાના કારણે હાઈ રેસિસ્ટેંસના લીધે કરંટના હાઈ ફ્લો તમારી બેટરીની ક્ષમતા પર ખરાબ પ્રભાવ પાડી શકે છે. જો કે, ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ લાંબા સમયે પછી અથવા બેટરી સારી રીતે ગરમ થઈ જાય ત્યારે કરી શકાય છે.