
જો તમારા ખુલ્લા રંગના કપડા પર ચા કે કોફીના ડાધ પડ્યા હોય તો તેને આ રીતે કરો દૂર
ચા અને કોફી જાણે ભારતીયોની પહેલી પસંદ છે સવારે ઉઠતાની સાથે જ સૌ કોઈને ચા જોઈતી હોય છે, ઘણી વખત ચા પીતા વખતે તે ઢોળાઈ જવાથી કપડા પર ડાધ પડી જતા હોય છે અને આ ડાધને નીકળવા ઘણા મુશ્કેલ બની જાય છે.આ ડાઘ ડાર્ડ રંગના હોય છે અને ધોયા પછી સરળતાથી ઉતરતા નથી. જો સફેદ શર્ટ પર ચાના સહેજ ડાઘ દૂર કરવા કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી ચાથી ડાઘા પડેલા સફેદ શર્ટને સાફ કરી શકાય છે.
ઠંડા પાણીથી ડાધ વાળો ભાગ ધોઈ લો
સફેદ શર્ટમાંથી ચાના ડાઘ દૂર કરવા માટે, તમારે પહેલા કપડાને ઠંડા પાણીમાં પલાળી રાખવું પડશે. કપડા પર જ્યાં ડાઘ હોય તે જગ્યાને પલાળી દો, ખાસ કરીને તેને તીક્ષ્ણ ધાર સાથે પાણીના નળની નીચે લઈ જઈને ઘોઈલો જેથી ચાન ડાઘ દૂર થાય
કપડા ધોવાનો નો પાવડર
હવે શર્ટની ડાઘવાળી જગ્યા પર લોન્ડ્રી ડિટર્જન્ટ લગાવો અને અડધો કલાક આ રીતે રહેવા દો. ત્યાર બાદ કપડાને પાણીથી ધોઈ લો. જો ડાઘ હજુ પણ સખત દેખાતા હોય, તો શર્ટને લગભગ 10 થી 15 મિનિટ માટે હુંફાળા પાણીમાં પલાળી રાખો.
ખાવાનો સોડા લગાવો
સફેદ શર્ટ પરથી ચાના ડાઘ દૂર કરવા એ સરળનથી. આ શર્ટને સાફ કરવા માટેબેકિંગ સોડાનો ઉપયોગ કરો. સૌથી પહેલા બેકિંગ સોડા લો અને તેને ડાઘવાળી જગ્યા પર સીધો જ લગાવો જેથી તે ચાના ડાઘને ખેંચી લેશે. આ માટે તમારે ડાઘવાળી જગ્યા પર બેકિંગ સોડાને 12 કલાક સુધી લગાવીને રાખવાનો છે. બીજા દિવસે સવારે સાફ કરતી વખતે તેને હળવા હાથે ઘસો. તેને મશીનથી ધોઈ પણ શકાય છે.
જો ચાના ડાઘ ઘણા જૂના છે, તો સંભવ છે કે સફેદ શર્ટમાંથી ડાઘ દૂર કરવા મુશ્કેલ હશે. જો બેકિંગ સોડા પછી પણ ડાઘ દેખાય છે, તો તમે ડાઘ રીમુવરનો ઉપયોગ કરી શકો છો. તે જેલ, સ્પ્રે, પાવડર અને પ્રવાહી સ્વરૂપમાં પણ આવે છે. માત્ર થોડીવાર માટે તેને કપડા પર રાખીને ધોઈ લો.