
બીમારીમાં જરૂર હોય 250ના પાવરની દવા, તો 500 પાવરવાળી દવાને અડધી કરીને ખવાય? જાણો સમગ્ર વાત
- ભારતમાં ઘણા લોકો કરે છે આ ભૂલ
- ન કરશો આ પ્રકારની ભૂલ
- દવા લેવામાં રાખો અત્યંત ધ્યાન
ભારતમાં દવા લેવામાં લોકો એટલા હોશિયાર બની જતા હોય છે, જાણ્યા જોયા વગર નિર્ણય લઈ લે છે અને પછી હેરાન પણ થાય છે. ડોક્ટર દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે કે કોઈ પણ દવાનો ઉપયોગ ડોક્ટર અથવા જાણકારની સલાહ લીધા વગર કરશો નહી, પણ લોકો કરે છે. હવે અત્યારે વાત છે કેટલાક લોકોની આદત એવી હોય છે કે,તેને 250 પાવર વાળી દવાની જરૂર હોય છે પણ તેમની પાસે 500 પાવરની દવા હોય તો, તે લોકો દવાને અડધી કરી નાખે છે અને પછી લેતા હોય છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બધી ટેબ્લેટ તોડી શકાતી નથી. કહેવાય છે કે, જે દવાને તોડીને ખાઈ શકાય છે, તેની વચ્ચે એક લાઈન બનેલી હોય છે. આવી ટેબ્લેટને સ્કોર ટેબ્લેટ નામ આપવામાં આવ્યુ છે. ફક્ત આવી જ દવાને તોડીને ખાવાથી તેનો પાવર અડધો થાય છે.
ઘરની આજુબાજુ ક્લિનિકથી જ્યારે આપણે દવા લઈએ છીએ, તો ક્યારેક ક્યારેક ડોક્ટર્સ પણ આપણને અડધી દવા તોડીને આપે છે. પણ તે દરેક દવા સાથે આવું કરી શકે કે પછી અમુક દવામાં જ આવું થઈ શકે. જેને વચ્ચેથી તોડીને લઈ શકાય.
જો કે ઉલ્લેખનીય છે કે ડોક્ટર દ્વારા જે દવા આપવામાં આવી હોય તે પ્રમાણે દવા લેવી જોઈએ, ન વધારે દવા લેવી જોઈએ કે ના તો ઓછી દવા લેવી જોઈએ. ડોક્ટરને ખબર હોય છે કે કેટલી બીમારીમાં કેટલાક પ્રકારની દવા લેવાય અને કેટલા પ્રમાણમાં લેવાય. જો તેનું પાલન યોગ્ય રીતે કરવામાં ન આવે તો પોતાની જ ભૂલ પોતાને વધારે ભારે પડી શકે છે.