
તમારા જીદ્દી બાળકોને કાબૂમાં રાખવા છે , તો તમને કામ આવશે આ ટિપ્સ,વાંચીલો
- બાળકોની જીદ પર ક્યારેય ધ્યાન ન આપો
- તમને જીદ કરે તો સમજાવોનો પ્રયત્ન કરો
આજકાલના બાળકોની જો વાત કરવામાં આવે તો તે ઘણી નાની વયે ઘણું બધુ શીખી લે છે,સાથે સાથે તેઓની જીદ પણ વધતી હોય છે,કેટલાક માતા પિતા પોતાના આવા જીદ્દી બાળકોથી હેરાન પરેશાન થી ઉઠે છે,કારણ કે કેટલાક બાળકો એટલી હદે જીદ્દી હોય છે કે તેઓ કોઈની વાત સાંભળતા નથી કે માનતા હોતા નથી.આવી સ્થિતિમાં બાળકની જીદને પ્રોત્સાહન આપ્યા વિના કેટલીક ટિપ્સ અપવાનીને તેની જીદ તમે છોડાવી શકો છો.
બાળકોની જીદ પુરી કરવી નહીંઃ-જો તમારું બાળક દર વખતે રડવાથી કે બૂમો પાડવાથી તેની જીદ મેળવે છે, તો તમારે તેની વાત બિલકુલ સાંભળવી જોઈએ નહીં. આનાથી બાળક પર એવી અસર થશે કે જીદને કારણે તેના મનની દરેક વાત પૂરી થઈ શકતી નથી.જેથી તેની અવગણના કરો
બાળકને ઠપકો આપોઃ- બાળકોને પ્રેમ કરવાની લ્હાયમાં માથે ચઢાવવું જોઈએ નહીં. બાળકોને તેમના સાચા-ખોટાની ખબર હોતી નથી. આવી સ્થિતિમાં, બાળકોને ઠપકો આપવાની અને તેમની બિનજરૂરી જીદ કરવાની ટેવને સુધારવાની જવાબદારી તમારી બની જાય છે.
બાળકને સમજાવોઃ- બાળકને ખબર નથી હોતી કે કંઈક મેળવવા માટે તેણે કેવું વર્તન કરવું પડશે. આવી સ્થિતિમાં તેને એ પણ ખબર નથી હોતી કે કોઈ પણ એક વાતનું વારંવાર પુનરાવર્તન કરવું ખોટું છે. આવી સ્થિતિમાં બાળકોને અહેસાસ કરાવો કે તેમની પદ્ધતિ ખોટી છે.