
તમારા બાળકોને સ્માર્ટ બનાવવા છે, તો નાની વયે આટલી બાબતોની પાડો ટેવ
- બાળકોને સંગીત શીખવો, વાંચવાની આદત પાડો
- ધ્યાનમાં બેસાડો ,બાળક સાથે ચર્ચાઓ કરો
આ સમયમાં દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સ્માર્ટ બને. માતા-પિતા આ માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક તેમના બાળકોને ટ્યુશન વહેલા મૂકી દે છે, જ્યારે કેટલાક તેમને નાની ઉંમરે જ કૌશલ્ય માટે કોચિંગ સેન્ટરમાં મોકલવાની તૈયારી શરૂ કરે છે. માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક અભ્યાસ સિવાય દરેક પ્રવૃત્તિમાં ઝડપી બને. જો તમે પણ આવું ઈચ્છો છો તો તમારે કેટલીક બાબતોનું પાલન કરવું જોઈએ, જેથી બાળકો સ્માર્ટ બની શકે.
વધારાની ભાષાઓ શીખવો
બાળકોને હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય કોઈપણ વિદેશી ભાષા શીખવો. આનાથી બાળકમાં વધારાની કુશળતા પણ આવશે અને બાળકની કારકિર્દીમાં પણ અવકાશ ઉમેરાશે તેમની કુશળતામાં વધારો થશે બાળકમાં એક આત્મવિશ્વાસ પેદા થશે.
મ્યૂઝિક ઈન્સ્ટૂમેન્ટ શિખવો
સંગીત શીખવું એ સમયનો વ્યય નથી. આ માત્ર એક વધારાનું કૌશલ્ય નથી, પરંતુ તે મનને શાંત પણ રાખે છે. આ સાથે વસ્તુઓ જોવા અને અનુભવવાની ક્ષમતા પણ વધે
સવારે વહેલા જાગવાની ટેવ પાડો
નાનપણથી જ વહેલા ઉઠવાની ટેવ પાડવી ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકોનું મન સક્રિય રહે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તેઓ વધુ સ્વસ્થ હોય છે. આવી સ્થિતિમાં બાળકોને વહેલા ઉઠવાની ટેવ પાડો. જે આગળ જતા તેમના માટે સારી આદત બની શકે છે.
સારા પુસ્તકો વાંચવા પ્રેરિત કરો
બાળકોને અભ્યાસ કોર્સના પુસ્તકો સિવાય પણ કેટલાક સારા પુસ્તકો બાળકોને વાંચવા માટે આપો, સ્ટોરી અથવા કાવ્યસંગ્રહ એવું પણ વાંચવા આપો, વાંચનની ટેવ ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ નવી વસ્તુઓ શીખી શકે.
ચર્ચા અને જૂથ ચર્ચા
બાળકોને સક્રિય બનાવવા માટે, તેમની સાથે કોઈ વિષય પર વાત કરો અને તેમને ફાયદા અને ગેરફાયદા વિશે જણાવો. તેનાથી બાળકોની તર્ક શક્તિનો વિકાસ થશે. બાળકોને શાળામાં પણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો.
મેડિટેશન કરવાની આદત
ધ્યાન કરવાથી બાળકનું મન શાંત રહે છે અને તેનું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. બાળકોને ધ્યાનના ફાયદા વિશે શીખવો. તેનાથી બાળક પણ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે.