
- મગને સરળ રીતે ઘરે જ ફણગાવીને ખાઈ શકો છો
- આ માટે તમારે આગળથી તૈયારી કરવી પડે છે
- જો કે મગ ચણા જેવા કઠોળ દરેક ઘરોમાં હોય છે
સૌ પ્રથમ મગ, મઠ કે ચણા જે કોઈ કઠોળને તમારે ફળણાવવા હોય તેનો માપ કાઢીલો, હવે એક ઊંડા વાસણમાં પીવાનું શુદ્ધ પાણી ભરીલો, હવે જે કઠોળ તમે કાઢ્યું છે તેને પાણીમાં ડૂબે તે રીતે વાસણમાં પલાળી દો. ધ્યાન રાખવું કઠોળની ઉપર સુધી બે ગણું પાણી હોવું જોઈએ.
હવે આ કઠોળને આખી રાત પાણીમાં પલાળી રાખો, ત્યાર બાદ સવારે આ કઠોળમાં ફાટ પડી ગઈ હશે, હવે એક કોટનનું પાતળું અને બને ત્યા સુધી સફેદ કલરનું કાપડ લો,સફેદ એટલા માટે કે બીજા રંગના કપડાનો કલર કઠોળ પર બેસી જાય છે, હવે આ કઠોળને હાથ વડે પાણીમાંથી કાઢીને આ કપડામાં બાંધી લો. આ કપડામાં ઢીલી ગાઠ વાળી દેવી.
ત્યાર બાદ એક તપેલીમાં આ કઠોળ બાંઘેલી પોટલીને ઊંધી મૂકી ઉપર થોડું પાણી છાટી દેવું , કઠોળને ઓછામાં ઓછું 6 કલાક સુધી કોટનના કપડામાં બાંધેલું રાખવું ,ત્યાર બાદ તમે જોઈ શકો છો કે કઠોળમાં ફણગા ફૂટી ગયા હશે, અને જો તમારે વધુ ફણગા ફૂટવા દેવા હોઈ તો કોટનના કપડામાં બાંધીને રાખવાની પ્રોસેસ 9 થી 10 કલાકની કરી શકો છો.
તમે ઘરે જ આગલા દિવસે આ પ્રોસેસ કરશો તો બીજે દિવસે તમને ફણગાવેલા કઠોળ ખાવા મળશે, ખૂબજ સરળ રીતે કઠોર ફણગાવવામાં આવે છે, આ રીતે તમે, ખાસ કરીને મગ, મઠ, ચણા, વાલને ફણગાવીને ખાઈ શકો છો.જેનું સલાડ કે શાક પણ બાનાવી શકાય છે.જે ખાવામાં ખૂબજ ગુણકારી છે.
આપણા સૌ કોઈને ફણગાવેલા મગનું શાક બહુ પસંદ હો. છે,જેને આપણા શાકભાજી માર્કેટમાંથી ખરીદતા હોઈએ છે, પરંતુ જો આ ફણગાવેલા મગ તમે ઘરે જ બનાવો તો તમને ઓછા ખર્ચામાં વધુ મગ ખાવા મળે છે, આ માટે માત્ર એક ટિપ્સને ફોલો કરવાની જરુર છે, જો ઘરમાં મગ ચણા તો કિચનમાં હોય જ છે તો શા માટે બહારથી આ ફણગાવેલા મગ ચણા વાલલા, જાણીલો કંઈ રીત નગને ઘરે ફણગાવી શકાય છે