
જો તમારું બાળક વાત કરતી વખતે અચકાય જાય છે,તો આ ઘરેલું ઉપચાર આવશે કામમાં
બાળકોની વાણી દરેક ઘરમાં આનંદ લાવે છે.બાળકો બોલવાનું શરૂ કરે કે તરત જ ઘર તેમના અવાજથી ગુંજી ઉઠે છે.પરંતુ ઘણા બાળકો તેમના શરૂઆતના દિવસોમાં તોતડાઈને બોલે છે. જેના કારણે ઘણી વખત વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે.તો આવો અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાયો જણાવીએ, જેના દ્વારા તમે બાળકમાં અચકાવવાની આદતને દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે.
બ્રાહ્મીનું સેવન કરો
આયુર્વેદ અનુસાર, જો તમારું બાળક અચકાઈને બોલે છે તો બ્રાહ્મી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે બાળકોને સલાડના રૂપમાં બ્રાહ્મીનું સેવન કરાવી શકો છો.આ સિવાય બ્રાહ્મીના પાનનો રસ ગાયના ઘીમાં ભેળવીને થોડો ગરમ કરો.તેનાથી બાળકના અચકાઈ-અચકાઈને બોલવાથી આદત દૂર થશે.
આમળા ખવડાવો
તમે બાળકને આમળા ખવડાવો.બાળકો કેટલીક વાર મોટી જીભને કારણે અચકાતા હોય છે. આવી સ્થિતિમાં તમે તેમને આમળા ખવડાવી શકો છો. તેને ચાવવાથી બાળકોની જીભ પાતળી થઈ જાય છે અને તેમનો અવાજ પણ સ્પષ્ટ નીકળે છે.
મધ અને આદુ ચાટવું
બાળકની અચકાતા-અચકાતા બોલવાની સમસ્યાને દૂર કરવા માટે તમે આદુ અને મધનું સેવન કરી શકો છો. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે આદુમાં થોડા ટીપાં નાખીને બાળકોને ચટાવો.આ પછી બાળકોને ગરમ પાણી પીવડાવો. તેનાથી બાળકની અચકાતા અચકાતા બોલવાની આદત દૂર થઈ શકે છે.