- ઓછી હાઈટ વાળી યુવતીઓ માટે ખાસ ફેશન ટિપ્સ
- તમારો લૂક બનશે વધુ સ્ટાઈલિશ
દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ ,જો કે યુવતીઓના કદ, રંગ પ્રમાણે જૂદા જૂદા આઉટ ફીટ દરેકને શોભે છે,આજે વાત કરીશું ઓછી હાઈટ વાળી યુવતીઓની ,આમતો સુંદરતા સ્ત્રીઓના સ્વભાવ અને વર્તનમાં જ હોય છએ છત્તા આપણે બાહ્ય દેખાવ માટે પોતાના પરિધાનને મહત્વ આપીએ છીએ તો આજે જે લોકોની હાઈટ ઓછી તે તે લોકો માટે કેટલીક ફેશન ટિપ્સ જાણીશું.
હાઈટ ઓછી હોય તેવી યપવતીઓ એ આ ફેશન ટિપ્સ ફોલો કરવી
જે લોકોની ઓછી હાઈટ છે તેમણે ઊભી લાઈનિંગની કુર્તી કેરી કરવી જોઈએ લાઈનિંગના કારણે આ પ્રકારના કપડા તમારી હાઈટ છે ઢાંકી દે છે અર્થાત તમારી હાઈટ આવા કપડામાં વધુ લાગ છે.
ઘણી યુવતીઓ કે મહિલાઓ ફેશનેબલ દેખાવા માટે લેગિન્સ પહેરે છે. નાની ઉંચાઈની છોકરીઓ પણ આ ફેશન ટ્રેન્ડ અનુસરે છે. જો તમારી હાઈટ ઓછી હોય તો તમારે હાઈ વાઈસ્ટેડ લેગિન્સ પહેરવું જોઈએ.તેનાથી તમારા પગ લાંબા અને સુંદર દેખાશે.
આ સાથે જ ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીઓએ હંમેશા ટી-શર્ટ અથવા વી નેકવાળા શર્ટની ફેશન ટ્રાય કરવી જોઈએ. નાની ઉંચાઈની છોકરીઓએ પણ કુર્તીની ઊંચાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમારી હાઇટ ઓછી હોય તો તમારે લોંગ કુર્તી પહેરવાથી હાઈટ વધુ લાગશે
આ સહીત બ્લેક બેઝ સાથે વ્હાઈટ લાઈનિંગ ખૂબજ શાનદાર લૂક આપવા માટે જાણીતી છે, બ્લેક એન્ડ વ્હાઈટનું કોમ્બિનેશન વર્ષોથી ચાલી આવતું છે જેને લઈને જેન્સ તથા લેડિઝ બન્નેમાં લાઈનિંગ પ્રિન્ટનું મહત્વ જોવા મળે છે.
આ સાથે જ લૂઝ ડ્રેસ પહેરવાથી દૂર રહેવું જોઈએ કારણ કે આમાં પણ ઊંચાઈ ઓછી જોવા મળે છે. તેના બદલે, ચુસ્ત ફિટિંગ પોશાક પહેરે. તેનાથી તમારા પગ લાંબા દેખાશે અને તમારી પર્સનાલિટી વધશે.
આ સાથે જ શોર્ટ હાઈટચ વાળી યુવતીઓએ લોંગ ગાઉન પહેરીવું વધારે સારુ રહે છે જેનાથી તેમની હાઈટ વધુ લાગે છથે.