જો તમારા દાંતમાં પણ પીળાશ જોવા મળે છે, તો ચિંતા છોડો અને આ કેટલાક ઉપાયો ઘરે જ અજમાવો, દાંત બનશે ચમકદાર
દરેક લોકો સુંદર રહેવા ઈચ્છે છે જો કે વ્યક્તિની સાચી સુંદરતા તેનું સ્મિત છે તેમ કહીએ તો ખોટૂ નથી પણ જો તમારા દાંત સફેદ નથી તો તમને હસતા પણ સંકોચ થાય છે દાંતની પીળાશ તમારી ખુશીને રોકી શકે છે, હસવા માટે પણ આત્મવિશ્વાસ હોવો જરુરી છે જો તમારા દાંત સફેદ ચમકદાર છે તો તમે ખુલીને હસી શક ોછો પણ જો તમારા દાંત પીળાશ પડતા છે તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરુર નથી આજે કટલાક નુસ્ખાઓ લાવ્યા છે જે તમારા દાંતની પીળાશને મૂળમાંથી કરશે દૂર
સૌ પ્રથમ તો ટૂથ પેસ્ટ એક એવી વ્સતુ છે જે દાંતની સફાઈ કરે છે ટૂથપેસ્ટમાં થોડૂ મીઠું અને ભજીયાનો ખારો નાખઈને દાંત પર 2 મિનિટ ઘસવામાં આવે તો દાંતની પીળાશ દૂર થાય છે પણ તમારે આ કામ દર એક દિવસે કરવું પડશે
બીજા નુસ્ખાની વાત કરીએ તો લીબું નો રસ ટૂથ પેસ્ટની સાથે લીબુંનો રસ લઈને દાંતમાં ઘસવામાં આવે તો પીળાશ દૂર થાય છે આ સાથે જ તમે સોડાખાસ પણ વાપરી શકો છો.
ફટકડી પણ એક શાનદાર ઈલાજ છે ટૂથપેસ્ટમાં ફટકડીનો પાવડર ઉમેરી દો ત્યાર પછી તેને દાંત પર રોજ 1 મિનિટ ઘસો આમ કરવાથી પીળાશ અને દાંત પર જામ થયેલી છારી પણ દૂર થાય છે.જો કે વધુ ફટકડીનો ઉપયોગ મોઢામાં ચાંદા પમ પાડી શકે છે, જેથી ધ્યાનથી ઉપયોગ કરવો
બીજા એક નુસ્ખાની વાત કરીએ તો સરસવનું તેલ તમને દાંતની પીળાશ દૂર કરવામાં મદદ કરી શકે છે. આયુર્વેદ પણ માને છે કે પીળા દાંતની સમસ્યા દૂર કરવા અને સફેદ અને ચમકદાર દાંત મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. દાંતને પોલીશ કરવાની સાથે સરસવનું તેલ મોઢામાં રહેલા બેક્ટેરિયાને પણ દૂર કરે છે. આ માટે અડધી ચમચી સરસવના તેલમાં એક ચપટી મીઠું મિક્સ કરો અને આ મિશ્રણથી દાંત પર થોડીવાર મસાજ કરો.આમ કરવાથી તમને ફાયદો થશે.