
નવરાત્રીમાં ગરબા રમવાનું મહત્વ , જાણો શા માટે આ તહેવારમાં પરંપરા છે ગરબા રમવાની
નવરાત્રીને હવે 2 જ દિવસની વાર છે,અનેક ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમવા પણ તૈયાર છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શારદીય નવરાત્રીના નવ દિવસ માતાજીના નવ રુપોની પુજા અર્ચના કરવામાં આવે છએ અને માતાજીના ફરતે નવે નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે પણ શું તમે જાણો છો તે નવરાત્રીમાં ગરબા રમવાનું શું મહત્વ હોય છે અને શા માટે ગરબા રમવામાં આવે છએ,જો નહી તો ચાલો જાણીએ ગરબા વિશેની કેટલીક ખાસ વાતો.
પહેલા જાણીએ ગરબાનો અર્થ
આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગર્ભનો દીવો. પૌરાણિક માન્યતા અનુસાર ગર્ભ દીપ એ સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનું પ્રતીક છે એટલા માટે તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. ગર્ભદીપની સ્થાપના સાથે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને માતા દુર્ગાની સામે ગરબા ઝુમે છે.
ગરબા એ ગુજરાતનું લોક નૃત્ય છે
ખાસ કરીને વાત ગરબાન આવે તો ગુજરાતીઓનું નામ પહેલા આવે અને તંનુ કારણ છે કે ગરબા એ ગુજરાતના લોકોનું નૃત્ય છે ગુજરાતી લોકનૃત્ય એટલે કે ગરબા છે. ગરબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.આ તહેવાર દરમિયાન ગરબા રમીને ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે
નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા વર્ષો જૂની છે. ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી અને આ પછી ગુજરાતનું આ પરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યું હતું. એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ હતી અને હવે એચલું સિમિત રહ્યું નથી કારણ કે દેશભરમાં ગરબા રમાી રહ્યા છએ તો વિદેશની ઘરતી પર પણ ગરબાઓ રમાતા જોવા મળે છે.