કેરળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય – આત્મસમર્પણ કરનાર માઓવાદીઓને આપશે ઘર
- કેરળ સરકારે માઓવાદીઓને આપી ઓફર
- જો કરશે આત્મસમર્પણ તો આપશે ઘર
દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં માઓવાદીનું જોર વધતુ જઈ રહ્યું છે જો સરકાર આ લોકોને આત્મસમર્પણ કરવા પ્રેરિત કરતી હોય છે ત્યારે હવે કેરળ સરકારે પણ માઓવાદીઓને સાચા માર્ગે લાવવા એક મહત્વનું પગલું ભર્યું છે.
માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારે કેરળમાં મોટી જાહેરાત કરી છે. પિનરાઈ વિજયન સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને પુનર્વસન પેકેજના ભાગ રૂપે ઘર આપવામાં આવશે.જેથી તેઓ ફરીથી સારું દજીવન જીવી શકે.
આ ઉપરાંત સરકારે કલેક્ટર, પોલીસ વડા અને પંચાયતના ડેપ્યુટી ડાયરેક્ટરની બનેલી કમિટી પણ બનાવી છે. આ સમિતિ મકાન નિર્માણની ગતિની તપાસ કરશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમીનની ઓળખ કરવા અને ઘર બનાવવા માટે વધુમાં વધુ 15 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં જારી કરાયેલા આદેશ મુજબ, રાજ્ય સરકારે માઓવાદીઓ માટે શરણાગતિ કમ પુનર્વસન પેકેજને લાગુ કરવાની મંજૂરી આપી હતી. સરેન્ડર કર્યા બાદ લિજેશને આ પેકેજ હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તાજેતરમાં મુખ્ય પ્રવાહમાં પરત ફરેલા માઓવાદી લિજેશ ઉર્ફે રામુ માટે ઘર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારે એર્નાકુલમ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાને રામુના ઘર માટે યોગ્ય જમીન શોધવાની પણ સૂચના આપી દીધી છે.