1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – CBI તપાસ માટે રાજ્યની પરવાનગી અનિવાર્ય
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – CBI તપાસ માટે રાજ્યની પરવાનગી અનિવાર્ય

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – CBI તપાસ માટે રાજ્યની પરવાનગી અનિવાર્ય

0
  • સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય
  • સીબીઆઈ તપાસ માટે રાજ્યની પરવાનગી જરુરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધિકારક્ષેત્રની તપાસના મામલે અનેક પ્રશ્નો વારંવાર ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે એક સવાલ એ પણ હતો કે તપાસ માટે સીબીઆઈને જે તે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવાની જરૂર છે કે નહી. ત્યારે હવે આ બાબતે સુપ્રીમ કોર્ટે એ મોટો નિર્ણય આપ્યો છે. હવે સીબીઆઈની તપાસ માટે સંબંધિત રાજ્યની મંજૂરી લેવાની જરૂર રહેશે.

આજે ગુરૂવારે સવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ બંધારણીય જોગવાઇ ફેડરલ કેરેક્ટરને અનુરૂપ છે. કોઇ પણ કેસની તપાસ રાજ્ય સરકારની સહમતિ વગર થી શકશે નહી  .

આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એ.એમ. ખાનવિલકર અને ન્યાયાધીશ બી.આર. ગવઈની ખંડપીઠે જણાવ્યું હતું કે, આ રીતે જોઈ શકાય છે કે કલમ પાંચ, કેન્દ્ર સરકારને રાજ્યથી આગળ કેન્દ્રિય પ્રદેશોમાં ડીએસપીઇ સભ્યોના અધિકાર અને અધિકારક્ષેત્રને લંબાવવામાં સક્ષમ બનાવે છે. છે. જો કે, જ્યાં સુધી સંબંધિત રાજ્ય ડીએસપીઇ એક્ટની કલમ છ હેઠળ આ  વિસ્તરણને મંજૂરી આપશે નહીં ત્યાં સુધી આ સ્વીકાર્ય નથી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેતા સુશાંત સિઁઘ રાજપૂતની આત્મ હત્યાના મામલે આ કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઇ પોલીસની તપાસ સાચી દિશામાં હોવાનું  કહીને સીબીઆઇને આ કેસની તપાસ સોપવા બાબતે વિરોધ કર્યો હતો .

ખંડપીઠે ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામે સીબીઆઈ તપાસની માન્યતાને પડકારતી કેટલાક આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલ પર આ આદેશ આપ્યો છે. અરજદારોનું કહેવું છે કે તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી પહેલા મંજૂરી લેવામાં આવી ન હતી. આરોપીઓમાંથી બે રાજ્ય સરકારી કર્મચારી છે જ્યારે બાકીના ખાનગી પક્ષો છે.

સાહીન-

LEAVE YOUR COMMENT