1. Home
  2. ગુજરાતી
  3. આવા દેખાતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના નિવાસીઓ, પહેલીવાર વૈજ્ઞાનિકોએ ખોપરી પરથી બનાવી આકૃતિ
આવા દેખાતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના નિવાસીઓ, પહેલીવાર વૈજ્ઞાનિકોએ ખોપરી પરથી બનાવી આકૃતિ

આવા દેખાતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના નિવાસીઓ, પહેલીવાર વૈજ્ઞાનિકોએ ખોપરી પરથી બનાવી આકૃતિ

0
Social Share
  • સિંધુ ઘાટી સભ્યતાના નિવાસીઓના ચહેરાની આકૃતિ બનાવવામાં મળી સફળતા
  • હરિયાણાના રાખીગઢી કબ્રસ્તાનમાંથી મળેલી બે ખોપરીમાંથી બનાવી ચહેરાની હૂબહૂ આકૃતિ
  • 15 વિશેષજ્ઞ વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદ્દોની ટીમે કર્યો છે કરિશ્મા
  • રાખીગઢી હરિયાણાં છે જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી જૂનું પુરાતાત્વિક સ્થળ છે

વૈજ્ઞાનિકોએ 4500 વર્ષ જૂના રાખીગઢી કબ્રસ્તાનમાં મળેલી 37માંથી 2 લોકોની ખોપરીનું પુનર્નિર્માણ કરીને સિંધુ ઘાટીની સભ્યતાના નિવાસીઓના ચહેરાની હૂબહૂ આકૃતિ બનાવી છે. વૈજ્ઞાનિકોએ આ કરિશ્મો પહેલીવાર કર્યો છે. દક્ષિણ આફ્રિકા, યુકે અને ભારતની સાત અલગ-અલગ સંસ્થાઓના વિભિન્ન વિષયોના વિશેષજ્ઞ 15 વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદ્દોની ટીમે રાખીગઢમાંથી મળેલી બે ખોપરીઓના અસલી ચહેરા બનાવવા માટે તેના કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (સીટી) ડેટા દ્વારા ક્રેનિયોફેશિયલ રિકન્સ્ટ્રક્શન (સીએફઆર)નો ઉપયોગ કર્યો છે.

આ કેસ સ્ટડી ડબલ્યૂ એલ. જી. અને વસંત શિંદેના નેતૃત્વમાં બનાવવામાં આવી છે. નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીએ આ પ્રોજેક્ટ માટે આંશિક આર્થિક મદદ પણ આપી હતી. આ કેસ સ્ટડી વિશ્વવિખ્યાત મેગેઝીન એનાટોમિકલ સાયન્સ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થઈ છે.

રાખીગઢી પુરાતાત્વિક શોધ યોજનાનું નેતૃત્વ કરનારા વંસત શિંદેએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારને જણાવ્યું છે કે રિપોર્ટ બેહદ મહત્વપૂર્ણ છે, કારણ કે અત્યાર સુધી અમને તેનો કોઈ અંદાજ ન હતો કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો કેવા દેખાતા હતા, પરંતુ હવે તેમના ચહેરાની આકૃતિઓનું ઠીકઠીક અનુમાન લાગી ગયું છે. રાખીગઢી હરિયાણામાં છે, જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટું પુરાતાત્વિક સ્થાન છે.

સિંધુ ઘાટી સભ્યતાના લોકોની શારીરિક આકૃતિનું માળખું તૈયાર કરવું અત્યાર સુધી મુશ્કેલ હતું, કારણ કે સભ્યતાના કબ્રસ્તાનો અને કબરોની અત્યાર સુધી પુરતી શોધ થઈ ન હતી અને માનવકંકાલોમાંથી પ્રાપ્ત માનવ વૈજ્ઞાનિક આંકડા (એન્થ્રોપોલોજિકલ ડેટા) સભ્યતાના નિવાસીઓની શારીરિક આકૃતિના પુનર્નિર્માણની દ્રષ્ટિએ પુરતા ન હતી. તેની સાથે જ મોહેનજોદડોમાંથી મળેલા મુખ્ય પુરોહિતની એક પ્રસિદ્ધ મૂર્તિ સિવાય સિંધુ ઘાટીની સભ્યતાની એકપણ ઉચ્ચસ્તરીય અથવા વિકસિત કલાકૃતિ મળી નથી કે જેનાથી તત્કાલિન નિવાસીઓની શારીરિક આકૃતિને તૈયાર કરી શકાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code