1. Home
  2. ગુજરાતી
  3. મજાક-મજાકમાં આ ટેનિસ સ્ટારે તેનાથી 3 ગણા વજનવાળા સુમો પહેલવાન સાથે લડી કુશ્તી….અને પછી શું થયું જાણો
મજાક-મજાકમાં આ ટેનિસ સ્ટારે તેનાથી 3 ગણા વજનવાળા સુમો પહેલવાન સાથે લડી કુશ્તી….અને પછી શું થયું જાણો

મજાક-મજાકમાં આ ટેનિસ સ્ટારે તેનાથી 3 ગણા વજનવાળા સુમો પહેલવાન સાથે લડી કુશ્તી….અને પછી શું થયું જાણો

0
Social Share

સામાન્ય રીતે સુમો પહેલવાનને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય તે વાત સ્વાભાવિક છે,સુમો પહેલવાનને જોઈને તો દરેકની બોલતી પણ બંધ થઈ જાય છે,તેના સાથે લડવાની વાત તો દુર પણ લોકો તેના સાથે હાથ મિલાવતા પણ ડરે છે,ત્યારે સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે એક મોટુ સાહસ કર્યું હતું,તેમણે સુમો પહેલવાન સાથે લડાઈ લડવા માટે ચેલેન્જમાં ઉતરી ગયા અને કુશ્તી લડવા માટે તેઓ રિંગમાં આવી ગયા.

વિશ્વના ખુબજ જાણીતા ટેનિસ સ્ટાર નોવાક જોકેવિચ ટેનિસમાં તો પોતાનો જલવો દેખાડી ચૂક્યા છે પરંતુ જાપાનમાં હાલમાં તેઓ સુમો રેસલિંગમાં હાથ આજમાવતા નજરે પડ્યા છે,તેમણે સુમો પહેલવાન સાથે કુશ્તી લડી હતી, સાથે સાથે તેમનાથી ત્રણ ગણું વજન ઘરાવતા સુમો પહેલવાનો પોતાની તાકાતથી રિંગની બહાર નીકાળી દીધો

16મી વખતના મહાન સ્લીમ વિજેતા સર્બિયાના ટેનિસ સ્ટારનો ક વીડિયો ખુબ જ વાયરલ થી રહ્યો છે જેમાં તેઓ સુમો સાથે કુશ્તી લડતા જોવા મળે છે,તેઓ હાલમાં જાપાનમાં છે,અને તેઓ માત્ર સુમો રેસલિંગની મજા જ નથી લઈ રહ્યા છે સાથે સાથે રેસલિંગ કરી પણ રહ્યા છે

છે. એટીપી ટૂરે તેમના સોશિયલ અકાઉન્ટ પર જોકોવિચનો કુશ્તી લડતો  એક વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ કુસ્તીબાજ સામે લડી પણ રહ્યા છે અને આ કુશ્તીમાં તેઓ જીતી પણ રહ્યા છે,અને સુમો પહેલવાનને બરાબર માત આપી રહેલા જોવા મળ્યા છે તે સાથે નોવાક પોતાના ડોલા સૉલાનું પ્રદર્શન કરતા પણ નજરે ચડ્યા છે.

આ મેચ શરુ થતા પહેલા, જોકોવિચે કહ્યું હતું કે, “મને લાગ્યું કે હું કદમાં થોડો ઓછો છું … કદાચ થોડા કિલો, પણ હું તેમની સાથે મુકાબલો કરવા માટે તૈયાર છું.” મને લાગે છે કે જો હું તેમના જેમ ત્રણ ગણો વધારે થાવ તો સ્પર્ધા કરવી સરળ રહેશે. આ કુશ્તી બાદ અનુભવ શેર કરતાં તેમણે કહ્યું,”જાપાનની આ એક પ્રખ્યાત રમત છે, અને તે એક મહાન અનુભવ હતો. મેં ગઈ કાલે મારા પિતા સાથે વાત કરી અને તેમને કહ્યું કે મને સુમો રેસલરને મળવાનો મોકો મળી રહ્યો છે, હું તેમને મળવા જઈ રહ્યો છું.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code