
બિહાર સરકારને મોટો ઝટકો, પટના હાઈકોર્ટએ રાજ્યમાં જાતિઆધારિત ગણતરી પર લગાવી રોક
- બિહાર સરકારને મોટો ઝટકો
- પટના હાઈકોર્ટએ રાજ્યમાં જાતિઆધારિત ગણતરી પર લગાવી રોક
પટનાઃ- બિહાર રાજ્યને મોટો ઝટકો પડ્યો છે આજરોજ ગુરુવારે પટના હાઈકોર્ટે જાતિઆઘારિત વસ્તીગણતરી પર રોક લગાવી દીધી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે પટના હાઈકોર્ટે જાતિ ગણતરી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં જાતિ ગણતરી અને આર્થિક સર્વેક્ષણ મુદ્દે પટના હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. ચીફ જસ્ટિસ વી ચંદ્રનની ડિવિઝન બેન્ચે તેનો વચગાળાનો ચુકાદો આપતાં જાતિની વસ્તી ગણતરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે.
બિહાર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ દિવસમાં સુનાવણી કર્યા બાદ પટના હાઈકોર્ટ આ મામલે વચગાળાનો આદેશ આપે. બિહાર સરકાર વતી એડવોકેટ જનરલ પીકે શાહી પટના હાઈકોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા હતા. હવે નીતીશ સરકારને મોટો ઝટકો લાગી ચૂક્યો છે.
હવે પટના હાઈકોર્ટે આગામી સુનાવણી 3 જુલાઈએ કરવાનું કહ્યું છે. ત્યાં સુધી કોઈ ડેટા જોવા મળશે નહીંઆ સહીત એમ પણ કહેવામાં આવ્યું છે કે કોર્ટે કહ્યું છે કે 3 જુલાઈએ તેની વિગતવાર સુનાવણી કરવામાં આવશે. હાલમાં કોર્ટ તરફથી આ નિર્ણય આવ્યા બાદ નીતીશ સરકારને ક્યાંકને મોટો ફટકો પડ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલમાં બિહારમાં બીજા તબક્કાની વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે બિહાર સરકારને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.