1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનું અપહરણ કરીને તોડ કરનારા 5 શખસો પકડાયા
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનું અપહરણ કરીને તોડ કરનારા 5 શખસો પકડાયા

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનું અપહરણ કરીને તોડ કરનારા 5 શખસો પકડાયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં નકલી પોલીસના સ્વાંગમાં લોકો પાસે તોડ કરવાના બનાવો બનતા હોય છે. ક્યારેક હાઈવે પર વાહનોના ચેકિંગના નામે તોડ કરતા નકલી પોલીસ પકડાતી હોય છે. તો રસ્તાઓ પર એકલ-દોકલ જતાં લોકોને અટકાવીને ધમકાવી તોડ કરવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં પાઉંભાજીની લારી ચલાવતા વેપારીનું અપહરણ કરીને ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા ત્રણ લાખની માગણી કરીને 20 હજારનો તોડ કરનારા પાંચ શખસોને  નરોડા પોલીસે દબોચી લીધા હતા.

પોલીસના સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા ઈન્દ્રલાલ જાટ નામના વેપારી 7મી તારીખે તેમની લારી પર વેપાર ધંધો કરતા હતા. ત્યારે રાત્રે બારેક વાગ્યે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં પાંચ માણસો લારી ઉપર આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, આ લારીનો માલિક કોણ છે. તમે કેમ નાના છોકરાને કામ માટે રાખો છો? તેમ કહી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના નામે આપી કેસ કરવાની ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચના સ્વાંગમાં આવેલા શખસોએ વેપારીને નરોડા પોલીસ મથકે લઈ જવાના બહાને અપહરણ કર્યું હતું. અને પોલીસ કેસ ન કરવા માટે ત્રણ લાખની માંગ કરી હતી. જોકે વેપારી પાસે એટલા બધા રૂપિયા ન હોવાથી એટીએમ મારફતે 20,000 પડાવી લીધા હતા. ત્યારબાદ વેપારીને કોઈ શક જતાં નરોડા પોલીસમાં જઈને પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.  જેની તપાસ કરતા આ કેસમાં મુખ્ય આરોપી રાજન પટેલ સાયબર ક્રાઇમમાં ડ્રાઇવર તરીકે કામ કરતો જાણવા મળતા  જેની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે પ્રદિપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જોધા અને અમિત પટેલની પણ ધરપકડ કરી છે. નરોડા પોલીસે હાલમાં ગુનો નોંધીને તમામ આરોપીની ધરપકડ કરી છે. આરોપી ટોળકીએ આ અગાઉ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ, અને અન્ય કોઈ વેપારી પાસેથી પોલીસના નામે રૂપિયા પડ્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code