1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં વેપારીની પત્નીએ અનૈતિક સંબંધમાં પ્રેમી સાથે મળી ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ
દિલ્હીમાં વેપારીની પત્નીએ અનૈતિક સંબંધમાં પ્રેમી સાથે મળી ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

દિલ્હીમાં વેપારીની પત્નીએ અનૈતિક સંબંધમાં પ્રેમી સાથે મળી ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

0
Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દૂધના વેપારીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતા. વેપારીને પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા તેમણે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવા કહ્યું હતું. જો કે, પરિણીતાએ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકવાને બદલે પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખવાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ પાંચ શખ્સોને રૂ. 4-4 લાખની સોપારી આપીને તેની હત્યા કરાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને રસ્તાની સાઈડમાંથી લોહીથી લથપથ વ્યક્તિની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ઉચ્ચ અધિકારીઓએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાશને પીએમ અર્થે મોકલી આપીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસની તપાસમાં મૃતક દૂધનો વેપારી પ્રદીપ હોવાનું ખૂલ્યું હતું. પોલીસની તપાસમાં મૃતક વેપારીની પત્ની સીમાના અનૈતિક સંબંધનો પર્દાફાશ થયો હતો. સીમાને પોતાના ઘરમાં પહેલા ભાડે રહેલા ગૌરવ તેવલિયા નામના શખ્સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. દૂધનો વેપારી ગૌરવ અને સીમા વચ્ચે આઠ વર્ષથી આડાસંબંધ હતા. જેની જાણ પતિ પ્રદીપને થઈ હતી. જેથી તેણે પત્ની સીમાને આડાસંબંધ ઉપર પૂર્ણવિરામ મુકવા કહ્યું હતું.

બીજી તરફ સીમાએ પતિની વાત માનીને આડાસંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવાને બદલે પ્રેમી ગૌરવ સાથે મળીને પતિનો જ કાંટો કાઢી નાખવાનું કાવતરુ ઘડ્યું હતું. પોતાની ઉપર કોઈને શંકા ના જાય તે માટે સીમા અને ગૌરવે પાંચ શખ્સોને રૂ. 4-4 લાખની સોપારી હતી. જેથી આ પાંચેય શખ્સોએ દૂધના વેપારીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. પોલીસે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરીને સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. તેમજ હત્યામાં વપરાયેલી બે બાઈક, 2 તમંચા અને 6 મોબાઈલ ફોન જપ્ત કર્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code