
આર્થિક કંગાળ પાકિસ્તાનમાં 40 ટકા પ્રજા ગરીબી રેખા હેઠળ નીચે, એક ટાઈમનું નથી પુરતુ ભોજન
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ અને લાંબા સમયતી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં પ્રજા પાસે બે ટાઈમનું પુરતુ ભોજન મેળવવાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહીં જીવન જરુરી વસ્તુઓ માટે પાકિસ્તાની જનતા લાંબી-લાંબી લાઈનો લગાવી રહ્યું છે. પાકિસ્તાનની સરકાર અને પ્રજા દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લાંબો કરી ચુકી છે પરંતુ વર્ષોથી માંગવાની પાકિસ્તાનની આદતથી કંટાળેલા દુનિયાના અનેક દેશો હવે મદદ કરવા માટે પણ તૈયાર નથી. દરમિયાન પાકિસ્તાનમાં 40 ટકાથી વધારે પ્રજા ગરીબી રેખા હેઠળ જીવી રહ્યાં છે. તેમણે તેમને એક ટાઈમનું પુરતુ ભોજન પણ મળતું નહીં હોવાનું જાણવા મળે છે.
વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે એકજ વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 12.5 મિલિયનનો વધારો થતાં તે આંક 39.4 ટકા પહોંચ્યો છે. જયારે ગરીબોની પણ સંખ્યા વધીને 95 મિલિયન પહોંચી છે. પાકિસ્તાનની આર્થિક બેહાલી માટેના કારણો દર્શાવતા વર્લ્ડ બેંકએ જણાવ્યું હતું કે, મૂળભૂત રીતે માનવી વિકાસ સાધી શકે તેવા માનવ વિકાસના કોઈ પગલા જ તેની સરકારે લીધા નથી. તેની નાણાંકીય નીતિ ટકી શકે તેવી પણ નથી. ખાનગી ક્ષેત્ર ઉપર વધુ પડતાં અંકુશો છે તેના કૃષિ ક્ષેત્રમાં તથા ઊર્જા ક્ષેત્રમાં મૂળભૂત ફેરફારો કેટલા આવશ્યક છે. વર્લ્ડ બેંકના એક અર્થશાસ્ત્રી તોવીયામ હક્કે કહ્યું હતું કે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ સુધારવા ટેક્ષ ટુ જીડીપી રેશિયો પાંચ ટકા જેટલો વધારવાનું કહેતા ખર્ચમાં પણ 2.7 ટકાનો કાપ મુકવા અનુરોધ કર્યો છે.