1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામમાં લોકોને નજીવા દરે ATMથી મિનલર વોટર મળે છે
મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામમાં લોકોને નજીવા દરે ATMથી મિનલર વોટર મળે છે

મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામમાં લોકોને નજીવા દરે ATMથી મિનલર વોટર મળે છે

0
Social Share

મોરબી : ગુજરાતમાં 21મા સદીમાં હવે તો ગામડાં પણ ટેકનોક્રેટ બનતા જાય છે. ઘણા ગામડાંમાં તો શહેર કરતા વધુ સુવિધાઓ જોવા મળી રહી છે. મોરબીના ટેકારા તાલુકામાં જબલપુર ગામ આવેલુ છે. આ ગામના લોકોએ સ્વચ્છ મિનરલ પાણી માટે મોટો પ્લાન્ટ બનાવ્યો છે. પીવા માટે લોકોને મિનરલ વોટર મળી રહે તે માટે પાણી મેળવવા માટે ATM જેવી વ્યવસ્થા પણ ઊભી કરી. દરેક પરિવારોને ATM જેવા પ્લાસ્ટિકના કારડ આપવામાં આવ્યા છે. ગામની મહિલાઓ મિનરલ વોટર મેળવવા માટે પાણીના નિયત કરેલા સ્ટેન્ડ પર જાય છે. ત્યાં મશીનમાં કાર્ય નાંખ્યા બાદ નળમાંથી મિનરલ વોટર યાને શુદ્ધ પાણી પીવા માટે મળે છે. ગ્રામજનોનું કહેવું છે કે, પાણીનો બગાડ નથાય અને લોકો જરૂરિયાત પુરતું પાણી લઈ જાય તે માટે ATM જેવી પદ્ધતિ અપનાવી છે.   

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગ્રામ પંચાયત દ્વારા આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરેલું મિનરલ વોટર ગામના લોકોને એટીએમ મારફતે આપવામાં આવી રહ્યુ છે.  આ ગામમાં લોકોને દરરોજ ગ્રામપંચાયત દ્વારા વિનામૂલ્યે મિનરલ વોટર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જો કે, ડીજીટલ ઇન્ડિયાની સાથે તાલ મિલાવીને હવે આ ગામમાં એટીએમ મારફતે પીવા માટેનું શુદ્ધ પાણી લોકોને આપવામાં આવે છે. જબલપુર ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળની રકમ અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને તેમજ ગ્રામજનો પાસેથી લોકફાળા મેળવીને ગામમાં આરો સિસ્ટમ ફીટ કરાવી છે.  ગામમાં 2500 થી વધુ લોકોને પીવાનું શુધ્ધ મિનરલ વોટર મળે છે. જો કે, શુદ્ધ પાણીનો બિનજરૂરી બગાડ ન કરવામાં આવે તે માટે હવે જબલપુર ગ્રામ પંચાયત દ્વારા એટીએમથી નોર્મલ ચાર્જ વસુલ કરીને લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે અને જબલપુર ગ્રામ પંચાયતના આ નિર્ણયને પણ ગ્રામજનો દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યો છે. મહિલાઓ સહિતના લોકો જ્યારે પણ આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરેલું મિનરલ વોટર ભરવા જાય છે, ત્યારે યાદ કરીને અચૂક એટીએમ માટેનું પ્લાસ્ટિક કાર્ડ સાથે લઈને જાય છે.

જબલપુર ગામના લોકોને બજારમાંથી વેચાતું મિનરલ વોટર લેવું પડતું નથી. કેમ કે, ગ્રામ પંચાયત દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મહિલાઓને ATM વોટર સ્ટેન્ડ પર જઈને પોતાન ઘર માટે પાણી ભરી આવે છે. અત્રે ઉલેખનીય છે કે, પાણીજન્ય રોગચાળાથી ગ્રામજનો બચે તે માટે મિનરલ વોટર આપવામાં આવે છે અને આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરવામાં આવેલા પાણીનો બિન જરૂરી બગાડ ન થાય તે માટે ગ્રામપંચાયત દ્વારા એટીએમની જેવું જ ‘એની ટાઈમ વોટર કાર્ડ’ બનાવવામાં આવ્યું છે. જે રીતે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને લોકો બેંકમાં પડેલા રૂપિયાને ગમે ત્યારે ઉપાડી શકે છે, તેવી જ રીતે એટીડબ્લ્યુ એટલે કે ‘એની ટાઈમ વોટર’ લેવા માટે ગ્રામજનોને ગ્રામપંચાયત કચેરીએથી કાર્ડ રિચાર્જ કરાવવું પડે છે.

જબલપુરના માજી ઉપસરપંચ વિનોદભાઇ ભાલોડીયાએ જણાવ્યુ કે, જબલપુર ગામના લોકોએ સાબિત કરી આપ્યું છે કે, ગ્રામ પંચાયત દ્વારા લોકોના હિતમાં કોઇપણ નિર્ણય લેવામાં આવે તો તેમાં ગ્રામજનો તરફથી સહકાર આપવામાં આવે તો જ ગામનો વિકાસ થાય છે તે હકીકત છે. કેમ કે, ગ્રામપંચાયત દ્વારા પીવાનું શુધ્ધ પાણી ગામના દરેક વ્યક્તિને મળી રહે તેના માટે પહેલા આરઓ પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યો હતો, ત્યારે ગ્રામજનો દ્વારા આર્થિક સહકાર આપવામાં આવ્યો હતો. જો કે, તેના મેન્ટેનન્સ જેટલા ખર્ચા નીકળે તેના માટે એટીએમ મારફતે પાણી આપવાનું નક્કી કર્યું છે. જેમાં પણ ગ્રામજનો સહકાર આપી રહ્યા છે. હાલમાં લોકોને બે રૂપિયામાં 22 લીટર મિનરલ વોટર આપવામાં આવી રહ્યું છે. જો કે, આટલું જ પાણી બજારમાં વેચાતા શુધ્ધ પાણીની બોટલોમાં 15 થી 20 રૂપિયામાં વેચાય છે. એટલે કે ગ્રામપંચાયત દ્વારા કોઈ કમાણી કરવા માટે નહિ, પરંતુ પીવાના શુદ્ધ પાણીનો બગાડ ન થાય તેના માટે એટીએમ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code