1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં દેવુ થઈ જતાં ચાર શખસોએ સિવિલ એન્જિનિયરનું અપહરણ કરીને ખંડણી માગી
ભાવનગરમાં દેવુ થઈ જતાં ચાર શખસોએ સિવિલ એન્જિનિયરનું અપહરણ કરીને ખંડણી માગી

ભાવનગરમાં દેવુ થઈ જતાં ચાર શખસોએ સિવિલ એન્જિનિયરનું અપહરણ કરીને ખંડણી માગી

0
Social Share

ભાવનગરઃ શહેરમાં ચાર શખસોએ શોર્ટકટની રૂપિયા મેળવવા માટે એક સિવિલ એન્જિનિયરનું અપહરણ કરીને 4 કરોડની ખંડણી માગી હતી. પરંતુ ત્યારબાદ પોલીસનો ડર લગતા અપહરણકારોએ સિવિલ એન્જિનિયરને છોડી મુક્યા હતો પણ પોલીસે ચારેય અપહરકારોને દબોચી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર નજીક આવેલી વરતેજ GIDCમાં પ્રોજેક્ટ ધરાવતા 56 વર્ષના સિવિલ એન્જિનિયર મિલન શાહનું 31 મેના રોજ બપોરે ત્રણ અપરહણકર્તાઓ કારમાં અપહરણ કર્યું હતું. મિલન શાહના અપહરણ બાદ તેમના પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ અપહરણકર્તાઓને થઈ હતી. જે બાદ બીજા દિવસે અપહરણકર્તાઓ મિલન શાહને અમદાવાદ નજીક કલોલ ખાતે છોડીને ફરાર થઈ ગયા હતા.

પોલીસએ વધુમાં જણાવ્યુ હતુ કે, મિલન શાહના અપહરણ અને ખંડણી કેસમાં પોલીસે વરતેજમાં રહેતાં દ્વિપલ સોલંકી, મિતુલ ઉર્ફે કાલી રાઠોડ, નિકુંજ ઉર્ફે ટીનો રાઠોડ અને સિંહોર નજીક આવેલા ગુંદાળા ગામમાં રહેતા પિયુષ મકવાણાની ધરપકડ કરી હતી. દ્વિપલ સોલંકીના માથે ભારે દેવુ હતુ. જ્યારે નિકુંજ અને પિયુષ પણ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. તેમનો મિત્ર મિતુલ રાઠોડ મિલન શાહની સાઈટ પર કામ કરતો હતો. મિતુલે તેના મિત્રોને જણાવ્યું કે, અપહરણ કરીને ખંડણી માંગવા માટે મિલન શાહ એકદમ સરળ ટારગેટ છે. મિતુલ રાઠોડ આ અપહરણમાં સામેલ નહોતો, પરંતુ તેણે મિલન શાહને છોડી મૂકવા માટે ત્રણેયને અલર્ટ કર્યા હતા.

આ બનાવની વિગતો એવી હતી કે, 31 મેના રોજ ત્રણેય અપહરણકર્તાઓએ મિલન શાહની કાર અટકાવી હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. બાદમાં પૂછપરછના બહાને બળજબરીપૂર્વક મિલન શાહનું અપહરણ કરી પોતાની કારમાં બેસાડીને અમદાવાદ તરફ ભાગ્યા હતા. તેઓએ ચાકું બતાવીને મિલન શાહનું અપહરણ કર્યા બાદ તેમની પાસે રૂપિયા 4 કરોડની ખંડણી માગી હતી. જો કે, મિલન શાહે આટલી મોટી રકમ પોતાની પાસે ન હોવાનું જણાવતા તેઓએ 18 લાખ રુપિયા આપવાનું નક્કી કર્યું હતું. લગભગ 24 કલાક સુધી અપહરણકર્તાઓ મિલન શાહને કારમાં લઈ ફર્યા અને મહેસાણા તરફ લઈ ગયા હતા. 1લી  જૂનના રોજ મિતુલે પરિવારને  ફોન કર્યો હતો.  અપહરણકર્તાઓ મિલન શાહને કલોલ પાસે છોડીને ફરાર થઈ ગયા હતા. અપહરણકર્તાઓ જાણતા હતા કે મિલન શાહ જૈન છે. બગોદરા પહોંચ્યા બાદ અપહરણકર્તાઓ હાઈવે પરની એક હોટલ પર રોકાયા હતા. જ્યાં તેઓએ મિલન શાહને લંચમાં જૈન ઉત્પપન  આપ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code